________________
મુમુક્ષુતા
૨૩૫
[૨] સંવત ૧૯૭રનો પ્રસંગ.
પ્રસિદ્ધ જૈન મુનિશ્રી ચોથમલજી મહારાજે પાલણપુરમાં ચાતુર્માસ કરેલો. તેમના સર્વગ્રાહી સદુપદેશની સુગંધ ત્યાંના નવાબ સુધી પહોંચી અને તે પણ પૂ. મહારાજશ્રીના વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. દિવસો ઉપર દિવસો વીતતા ગયા અને ચાતુર્માસ પૂરો થયો. પૂ. મહારાજશ્રીના વિહારની તૈયારી થઈ * આ બાજુ નવાબને અંતરમાં એવી ભાવના જાગી હતી કે પૂ. મહારાજશ્રીને કોઈ ઉત્તમ વસ્તુ આપું અને તેથી એક બહુમૂલ્ય શાલ નવાબે પૂ. મહારાજશ્રીના ચરણોમાં ભેટરૂપે મૂકી. એક જૈન ત્યાગી પુરુષના નાતે પૂ. મહારાજશ્રીએ તે સ્વીકારવાની અશક્તિ જાહેર કરી. ત્યારે નવાબને પોતાના દુર્ભાગ્ય પ્રત્યે દુઃખની લાગણી ઊપજી. નવાબે પૂ. મહારાજશ્રીને કહ્યું, “શું આપના પ્રવચન-શ્રવણને બદલો કોઈ રીતે આ સેવક ના વાળી શકે ?”
દીર્ધદ્રષ્ટા મુનિશ્રીને કહ્યું, ‘નવાબ, તમે ભાગ્યશાળી છો કે તમને સત્સંગમાં રુચિ જાગી છે. હવે જો ખરેખર ઉન્નતિ ચાહો છો તો શિકાર ન કરવો અને દારૂ તથા માંસનો જીવનમાં પ્રયોગ ન કરવો એવો નિશ્ચય કરો.”
વર્તમાનકાળના રાજાઓ માટે અતિ દુષ્કર એવા આ નિયમો પાળવાને નવાબે ક્ષણભરમાં નિશ્ચય કરી લીધો અને પૂ. મહારાજશ્રી સમક્ષ આજીવન આ વ્યસનોનો ત્યાગ કર્યો.
નવાબે સત્સંગ પ્રભાવથી પોતાના આત્મોન્નતિના નિમિત્તરૂપ કરેલો આ નિશ્ચય ખરેખર પ્રશંસનીય છે અને તેમના આત્મામાં રહેલી સરળતા અને જીવનસુધારણાની ભાવનાનું તે પ્રતિબિંબ પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org