________________
૨૪૮
સાધક-સાથી
ધારેલું ફળ આપે છે, તેથી સંભવ હોય ત્યાં સત્સંગના યોગે સ્વાધ્યાય કરવો.
જ્યાં આવો ઉત્તમ યોગ ન બની શકે ત્યાં આત્મશુદ્ધિ કાજે પદાર્થનો નિર્ણય કરવા, વિનયભાવ સહિત, સુપાત્ર સાધકે સલ્લાસ્ત્રોનું અવલંબન લેવું યોગ્ય છે. કહ્યું છે –
“આત્માદિ અસ્તિત્વનાં જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સગુરુ યોગ નહિ ત્યાં આધાર સુપાત્ર, અથવા સદ્દગુરુએ કહ્યાં જે અવગાહન કાજ;
તે તે નિત્ય વિચારવાં કરી મતાંતર ત્યાજ.” સ્વાધ્યાયની સાધનામાં નીચેના મુદ્દાઓ લક્ષમાં રાખવાથી ઘણો લાભ થવા યોગ્ય છે :
(૧) દરરોજ નિયમિત સ્વાધ્યાય કરવો.
(૨) સર્વતોમુખી બોધ પ્રાપ્ત થાય તેવી રીતે શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો. એક બાજુ સંસાર પ્રત્યેથી વૈરાગ્યાદિ જાગે તેવો, તો બીજી બાજુ આત્માદિ તત્ત્વોનો નિર્ણય કરાવે તેવો બોધ પ્રાપ્ત કરવો. આમ જો એક સાથે જ્ઞાનવૈરાગ્યની વૃદ્ધિ થાય તો જ સ્વાધ્યાયનું પારમાર્થિક ફળ એવું જે નિર્મળ આત્મજ્ઞાન અને આત્મસમાધિ પ્રગટે.
(૩) ઉત્તમ વચનો પોતાની નોટમાં લખી લેવાં.
(૪) વધારે ઉપયોગી અને પ્રેરક વચનો બીજી નાની ડાયરીમાં નોંધવાં અને કંઠસ્થ કરવાં.
(૫) પ્રયોજનભૂત તત્ત્વોનું વાચન વિશેષપણે કરવું.
(૬) પંડિતાઈ નહિ પણ તત્ત્વનિર્ણય, ઉપશમ-વૈરાગ્ય અને અંતર્મુખતાની સિદ્ધિનો લક્ષ રાખવો.
(૭) શાસ્ત્રો પ્રત્યે અને શાસ્ત્રકર્તા ગુવદિક પ્રત્યે પરમ વિનયપૂર્વક અહોભાવ લાવી વર્તવું.
(૮) સ્વાધ્યાય વડે નિશ્ચય કરેલાં તત્ત્વોનું અનુસંધાન દિવસરાત દરમિયાન બને તેટલા વધુ સમય સુધી કર્યા જ કરવું.
(૯) આળસ, ઊંઘ, અતિ આહાર, બીજી નકામી વાતો અને અન્ય પ્રતિબંધોનો બળપૂર્વક પ્રતિકાર કરીને સ્વાધ્યાયરૂપી તપમાં પ્રવર્તવું.
(૧૦) વ્યક્તિગત સ્વાધ્યાય કરતાં પરિણામ શાંત અને અંતર્મુખ થાય તો ધ્યાનની સાધનામાં લાગી જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org