________________
શરીરનું સ્વરૂપ
૨૩૭
પોતાની સત્તાથી તે પોતાને જાણી-જોઈ શકતું નથી અને તેથી જડ છે. જો કે તે આપણા ચૈતન્યની સાથે એક જગ્યાએ રહેલું છે, છતાં તત્ત્વદૃષ્ટિએ તે જુદું છે, કારણ કે બન્નેનાં લક્ષણ જુદાં છે. જેમ ચાંદી અને સોનાના ગોળાને ભઠ્ઠીમાં ગાળીને એકરૂપ બનાવીને તો પણ તેમાં ચાંદીના પરમાણુ ચાંદીરૂપે છે અને સોનાના પરમાણુ સોનારૂપે છે તેમ દેહ અને આપણે (ચૈતન્યસ્વરૂપી આત્મા) એક જગ્યાએ રહેવા છતાં એકરૂપ થઈ ગયા નથી. સ્વભાવદૃષ્ટિએ જોતાં જુદા છીએ.
આમ શરીર અને શરીરધારી કથંચિત્ જુદાં છે. શરીર તે એજિન છે તો આત્મા તે ડ્રાઈવર છે. શરીરમાં રહેલી ચેતનસત્તા શરીરથી જુદી છે, કારણ કે મડદામાં બધું પૂર્વવત રહે છે, માત્ર ચેતનસત્તા જ જુદી થઈ જાય છે. શરીરની દરેક ઈન્દ્રિય પોતપોતાનું કાર્ય કરતી જોવામાં આવે છે પણ એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કામ કરવા અસમર્થ છે. પાંચેય ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનનું પૃથક્કરણ અને અનુશાસન કોણ કરે છે ? એ નિર્ણયશક્તિ, વિચારશક્તિ, અભિપ્રાય આપવાની શક્તિ, ન્યાય આપવાની શક્તિ, સંવેદનશક્તિ જેની છે તે શરીરથી જુદી એવી ચેતનશક્તિના ધરનાર આત્માની છે.
જગતના જીવોને દેહ અને આત્મા જુદા ભાસતા નથી, કારણ કે જન્મોજન્મના સંસ્કાર દેહાત્મબુદ્ધિના જ છે. પૂર્વદહ છોડતી વખતે તેમાં જ લક્ષ રહે છે અને નવું શરીર મળે પણ નવા શરીરમાં જ લક્ષ રહે છે. દેહથી જુદી પોતાની ચેતનસત્તાના ભાનસહિત જો દેહ છૂટે તો આ ભવમાં પણ દેહથી જુદી આત્મસત્તાની પ્રતીતિ અને લક્ષ થાય. જો કે આત્મા અને દેહ એક
ગ્યાએ રહેવાથી (એક ક્ષેત્રાવગાહ સંસાર સંબંધ રહ્યા હોવાથી) એકબીજા સાથે ભળી ગયા હોય તેમ લાગે છે, છતાં સૂક્ષ્મ વિચારે જોતાં અને તેમ વર્તતાં તેમના જુદાપણાની સિદ્ધિ આ અણુયુગના જમાનામાં અને આ દેશમાં પણ થઈ શકે છે એમ આગમજ્ઞાનથી અને અનુભવજ્ઞાનથી સિદ્ધ થયેલું જાણીએ છીએ. જેમ દૂધ અને પાણી તથા તલ અને તેલ એકરૂપ દેખાવા છતાં કંદોઈ અને ઘાણીવાળો ક્રમે કરીને તેમને વિશિષ્ટ પ્રક્રિયા વડે જુદાં પાડી શકે છે તેમ દેહ અને આત્મા બાબત પણ વિવેકી પુરુષો તેમ કરી શકે છે તેમ જાણો.
મહાજ્ઞાની પુરુષોએ પાંચ પ્રકારનાં શરીરોને પોતાના જ્ઞાનમાં જોયાં છે. રોજબરોજના જીવનમાં આપણને આંખો વડે જે દેખાય છે તેને ઔદારિક શરીર કહે છે. જે અનેક પ્રકારની વિક્રિયાઓ કરી શકે તેવા દેવ અને નરકના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org