________________
૨૪૨
સાધક-સાથી
સંકલ્પ-વિકલ્પોની ઉપશાંતતા અને તત્ત્વનું પરિશીલન જેટલા પ્રમાણમાં વધતું જાય તેટલા પ્રમાણમાં ચિત્તશુદ્ધિ અને ચિત્તસ્થિરતા વધતાં જાય છે અને સાધકને ધ્યાન દરમિયાન આગળ આગળની દશા પ્રાપ્ત થઈ આત્માનંદની ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણી પ્રાપ્ત થાય છે. આખરે તે ઉત્તમ સમાધિની પ્રાપ્તિ કરી, સર્વ કર્મનો ક્ષય કરીને પૂર્ણ પદને પામે છે. નિવૃત્તિમાર્ગનો મહિમા
(૧) હાથી સ્નાન કરીને ફરી પાછો કાદવમાં રમે તો તેનું જ્ઞાન સફળ નથી, તેમ ધર્મઆરાધના કરી ફરી ફરી પ્રપંચમાં પડવું તે પણ સફળ નથી.
(૨) ગૃહસ્થ એકાંતે (સર્વથા) ધર્મસાધન કરવા ઈચ્છે તો તે તેમ કરી શકે નહિ.
(૩) કોઈ વાર ધર્મમાર્ગમાં અને કોઈ વાર અધર્મમાર્ગમાં એમ પ્રવર્તતો ગૃહસ્થ સર્વથા આત્મશુદ્ધિ કેમ પામે ? એમ જાણીને સમર્થ મહાત્માઓએ મન-વચન-કાયાથી તે ગૃહાશ્રમનો ત્યાગ કર્યો.
(૪) જેમ કાજળની કોટડીમાં ગમે તેવો બુદ્ધિમાન પ્રવેશ કરે તો પણ તે લેપાય છે, તેમ દુનિયાનાં કાર્યો કરનારા ગમે તેવા સાવધાન પુરુષને પણ અલ્પ લેપ લાગ્યા વિના રહેતો નથી.
(૫) જગતનું કોઈ મહાન કાર્ય કરવામાં પણ કુટુંબાદિની મમતા અને અન્ય સગવડોને ગૌણ કરી દેવી પડે છે, તો ઉત્તમ એવા મોક્ષરૂપી કાર્ય માટે શું એકાંત સાધનાની જરૂર નથી ? (૬) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા !
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. (૭) જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે... જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય-ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહિ અથવા યથાવત્ વિવેક હોય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org