________________
તપ
[3]
સાંજનો જમવાનો સમય થયો એટલે પતિ-પત્ની પોતાના દેશના રીતરિવાજ મુજબ ટેબલ ઉપર બેઠાં. જીવનની પરિસ્થિતિ તદ્દન સામાન્ય, એટલે આજે જમવામાં માત્ર બ્રેડ જ હતી. જ્યાં ખાવાની શરૂઆત કરવા જાય છે, ત્યાં બારણે ટકોરો પડ્યો અને જોયું તો એક ભાઈને આવેલા દીઠા. તરત જ દંપતીએ તેમને બોલાવ્યા અને ટેબલ ઉપર જમવા માટે બેસી જવા કહ્યું. મહેમાને ઘણી આનાકાની કરી પણ આખરે તેને આ પ્રેમાળ દંપતીના આગ્રહને વશ થવું પડ્યું.
બ્રેડ સાથે મહેમાનને માટે શું લાવો છો ?’ પતિએ પત્નીને પૂછ્યું. થોડી વારમાં અર્ધા ગ્લાસ જેટલું દૂધ પત્નીએ લાવીને મહેમાન માટે મૂક્યું. આ બાજુ મહેમાને પૂછ્યું, “તમે પણ મારી સાથે જ બેસી જાઓ તો કેમ ?” “હજુ અમારે વાર છે' કહી દંપતીએ મહેમાનને સમજાવી દીધા.
૨૨૯
ભોજન પૂરું થતાં થોડી વાર વાતો કરી મહેમાને વિદાય લીધી.
આ બાજુ, જેમ જેમ મહેમાન જમતા હતા તેમ તેમ જાણે કે દંપતીને પોતાનું પેટ ભરાયાનો આનંદ થતો હતો. દૂધ તો રાત્રે પોતાની ચા બનાવવા માટે રાખ્યું હતું તે પણ મહેમાનને આપી દીધેલું.
પોતાને આજે અતિથિનો સત્કાર કરવા માટે તદ્દન ભૂખ્યાં રહેવું પડ્યું તે બાબતનો તેમને કાંઈ ખેદ નહોતો ! પાણી પી લઈને તૃપ્તિ માણી તેઓ નિદ્રાધીન થયાં. આ દંપતી તે બીજાં કોઈ નહિ પણ રશિયાના તારણહાર શ્રી લેનિન અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી લેનિન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org