________________
મુમુક્ષતા
ભૂમિકા
કોઈ પણ સાધક જ્યારે એવું જીવન જીવે કે અંતરંગમાં મોક્ષ સિવાય તેને બીજી કોઈ પણ ઇચ્છા ન હોય ત્યારે તે સાધક ખરેખર મુમુક્ષુ કહેવાય. મતલબ કે, અભિપ્રાયમાં મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ ન રહે ત્યારે જીવનમાં મુમુક્ષતા પ્રગટે છે અને તેવા મહાપુરુષને વિશે સર્વ પ્રકારનાં દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારું એવું આત્મજ્ઞાન પ્રગટે છે. મુમુક્ષતાની શ્રેણીઓ
અંતરંગ પરિણામોની વિશુદ્ધિ, સાચા દેવ-ગુરુ-ધર્મની ભક્તિની તરતમતા, મુમુક્ષતાજનક સદ્ગણોની સંખ્યા અને પ્રમાણ, આત્મજાગૃતિનું સાતત્ય આદિ અનેક માપદંડોને અનુરૂપ મુમુક્ષતાના જો કે અનેક ભેદો છે, પરંતુ સામાન્યપણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ તેના ત્રણ ભેદો પાડી શકાય.
સત્સંગના યોગથી, સદ્ગુરુના અતિશય પ્રભાવથી કે સતું-શાસ્ત્રોના અવલોકનથી કાંઈક ધર્મ પ્રત્યે રુચિ ઊપજે, ધર્મ ખરેખર કરવા યોગ્ય છે એવી સામાન્ય માન્યતા થાય અને મોક્ષના પુરુષાર્થમાં થોડો થોડો પણ જોડાય ત્યારે મુમુક્ષુતાનો પ્રારંભ હોય છે. ઉપરોક્ત દશામાં જ્યારે વિશેષ દૃઢતા આવે, સમજણપૂર્વક જ્યારે સગુણોને વિશે રુચિ ઊપજે અને તેમનું ગ્રહણ થવા લાગે, સામાન્ય મુશ્કેલીઓ આવવા છતાં પણ ધર્મની આરાધનામાં લાગ્યો જ રહે અને પરીક્ષા-પ્રધાની થઈ સગુણ-દુર્ગુણ, સદાચાર-દુરાચાર, સદ્ગુરુ-નામગુરુ વગેરેના ભેદપૂર્વક મોક્ષની આરાધનામાં આગળ વધે ત્યારે મધ્યમ કક્ષાની મુમુક્ષુતા હોય છે. અત્યંત. દૃઢપણે જ્યારે આસ્તિક્યાદિ* ભાવોમાં નિષ્ઠા થવાથી મુમુક્ષુતાના અનેક ગુણો પ્રકર્ષતાથી પ્રગટી વૃદ્ધિગત થતા જાય, આખો દિવસ અને રાત જ્યારે
* આત્મા, પુણ્ય પાપ, ધર્મ પુનર્ભવ આદિ પદાર્થોમાં જેને શ્રદ્ધા હોય તે મનુષ્યને આસ્તિક અને તેના ભાવને આસ્તિક્યભાવ કહેવામાં આવે છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International