________________
૨૨૮
સાધક-સાથી
સંઘના તેઓ સંસ્થાપક. ઉચ્ચ કોટિનું લોકોપયોગી અને અધ્યાત્મજીવન જીવવાની પ્રેરણા આપનારું વિપુલ સાહિત્ય તેમણે રચ્યું છે.
[૨] સો વર્ષ પહેલાંનો જમાનો. તે સમયે ધાર્મિક ગ્રંથોનાં પઠન-પાઠનની પ્રવૃત્તિ સમાજમાં અમુક વર્ગ જ કરી શકતો અને ધર્મગ્રંથોને છાપવાનો પણ ઘણા લોકો વિરોધ કરતા.
આ સમયે એક જ્ઞાનપિપાસુ યુવાન યોગ્ય ગ્રંથોની દુષ્કાપ્યતાથી વ્યાકુળતા પામ્યો. તે પોતે સંયુક્ત પ્રાંતના સહરાનપુરનો નિવાસી અને મુખત્યાર (વકીલ) તરીકેનો વ્યવસાય કરતો. પ્રેકિટસ સારી ચાલતી, પણ અંતરમાં ધર્મજ્ઞાનની જિજ્ઞાસા નિરંતર રહ્યા કરતી હતી. તેથી છત્રીસ વર્ષની અવસ્થામાં જ આ વ્યવસાયને તિલાંજલિ આપી સ્વાધ્યાય, જ્ઞાનાર્જન, લેખન, આત્મચિંતન, જૈન સાહિત્ય સંશોધન અને અનુસંધાન ઈત્યાદિમાં લાગી જઈ તેણે જીવનને એક નવો વળાંક આપ્યો.
બીજી સદીમાં થયેલા પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીયમંતભદ્રાચાર્યનું પરોક્ષપણે શિષ્યપણું સ્વીકારીને તેણે સમંતભદ્રાશ્રમની સ્થાપના કરી. થોડા કાળમાં તેને ‘વીરસેવા-મંદિરનું નામ આપી અવિરતપણે ઉત્તમ ગ્રંથોના પ્રકાશનમાં અને અધ્યયનમાં લાગી, બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરી આત્મસાધના માટે વિવિધ પ્રકારે ઈચ્છાનિરોધરૂપ તપને અંગીકાર કરી ઉત્તમ સાધક તરીકે જીવન વિતાવ્યું.
જ્ઞાન, ધ્યાન અને તપની આ પ્રકારની આરાધના વડે એક સામાન્ય સાધકમાંથી આ યુવાને થોડાં વર્ષોમાં જ એક મહાન સિદ્ધાંતશાસ્ત્રી, અનુસંધાનવેત્તા (research-expert) અને ધાર્મિક મહાપુરુષનું પદ પ્રાપ્ત કર્યું.
તેઓએ રચેલી મેરી ભાવના’ અધ્યાત્મભાવનું એક ઉત્તમ અને સુંદર કાવ્ય છે. હિંદીમાં લખાયું હોવા છતાં તેની લગભગ પચીસ લાખ ઉપરાંત પ્રતો ભારતની બધી મુખ્ય ભાષાઓમાં અનુવાદિત થઈને પ્રસિદ્ધ થઈ ચૂકી છે.
આ મહાન સાધકનું નામ પંડિતવર્ય શ્રીમાન જુગલકિશોરજી મુખ્તાર. તેમણે સ્થાપેલા વીર-સેવા-મંદિર, દિલ્હી તરફથી ઉત્તમ કોટિનું, સુંદર રીતે સંશોધિત થયેલું વિપુલ આધ્યાત્મિક સાહિત્ય છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રકાશિત થઈ રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org