________________
તપ
૨૨૭
(૮) જેમ સિંહની ગર્જનાથી ઘેટાં-બકરાંના ટોળામાં નાસભાગ થઈ જાય છે અથવા પ્રચંડ વાવાઝોડાથી વાદળોના મોટા સમૂહો પણ વીખરાઈ જાય છે, તેમ સાચા તપ વડે કરીને આત્મા સાથે ચોટેલા કર્મોના સમૂહો પણ વીખરાઈ જાય છે અને આત્મા શુદ્ધતાને પામે છે. આ કારણથી ભવ્ય જીવો તપની આરાધનામાં પોતાના આત્માને અવશ્ય જોડે છે.
(૯) માનવીની આદતમાં જ એવી નબળાઈ વણાઈ ગઈ છે કે જેથી વિલાસીપણું તેને પ્રિય લાગે છે અને તપસ્યા તથા વિરક્તિ પ્રત્યે તેને કાંઈ જ આકર્ષણ થતું નથી. આ નબળાઈનો પ્રતિકાર દૃઢ સંકલ્પપૂર્વક તપઃપૂત જીવનનો અભ્યાસ કરવાથી ક્રમે કરીને બની શકે છે.
તપનાં જીવંત દૃષ્ટાંતો
ઈ.સ. ૧૯૨૫ની સાલ.
મદ્રાસમાંથી ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી, લોકોને અનેક પ્રકારે મદ્રાસમાં, સિંગાપુરમાં અને મલાયામાં તબીબી સેવાઓ આપી અધ્યાત્મજીવન
જીવવાની આકાંક્ષાવાળા ડૉ. કુયુસ્વામી હૃષીકેશ આવ્યા હતા. અહીં કોઈની ઓળખાણ નહિ તેથી પ્રથમ તો સ્વગશ્રિમમાં થોડા દિવસો ઊતય પરંતુ જોઈએ એવી એકાંત જગ્યા અને શાંતિ ન મળવાથી ત્યાંથી થોડે દૂર એક જૂની ઝૂંપડીમાં રહેવા ચાલ્યા ગયા.
ચારે બાજુ વનરાજિ નીરવ શાંતિ, છતાં ઝેરી જંતુઓ અને જંગલી પશુઓનો ડર તો ખરો જ. પણ આ યુવાન સંન્યાસી તો આખો દિવસ ધ્યાન-ભજન અને અધ્યયનમાં લીન રહે. બે-પાંચ દિવસો આહાર વિના વીતી જાય તો કોઈ વાર આવતા-જતા વટેમાર્ગુ કાંઈ આપી જાય ! ટાઢ વાય તો પણ સહન કરવાની અને વરસાદ આવે તો પણ સહન કરવાનો. આમ ભૂખ-તરસ, ઠંડી-ગરમી, એકાંતવાસ વગેરે બધું સમભાવપૂર્વક સહન કરવાનો અભ્યાસ કરીને પોતાની કઠોર સાધનાને આ યુવાન સંન્યાસીએ કેટલાંય અઠવાડિયાંઓ સુધી જારી રાખી.
ઘણાં વર્ષોથી કરેલી સાધનાની ચરમ સીમારૂપ આ કઠોર તપસ્યાના ફળરૂપે આ મહાન સાધકને અંતરમાં જ્ઞાન અને શાંતિનો પ્રકાશ લાધ્યો અને કમે કરીને તેઓએ દિવ્ય-જીવન જીવવાનો રાહ ભારતના અને દેશવિદેશના અનેક જિજ્ઞાસુઓને બતાવ્યો.
આ યુવાન સંન્યાસીનું નામ સ્વામી શિવાનંદ સરસ્વતી. દિવ્યજીવન Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org