________________
૧૮૪
સાધક-સાથી
ચીપિયો અને એકાદ ચાદર કે આસન સિવાય તેઓ પોતાની પાસે કાંઈ પણ પરિગ્રહ રાખતા નહિ. આમ છતાં તેઓ ખૂબ જ નિયમિતપણે ધ્યાનમાં બેસી જતા. એક દિવસ શ્રી રામકૃષ્ણ પૂછયું : “આપને તો બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે તો પછી હવે શા માટે નિયમિતપણે ધ્યાનમાં બેસવાનો આગ્રહ રાખો છો ?”
તેઓએ પોતાના પિત્તળના લોટા તરફ આંગળી ચીંધીને કહ્યું : “જો આ સામે લોટો છે તે કેવો ચકચકાટ કરે છે ! પરંતુ તે લોટાને બે-ત્રણ દિવસ ન માંજીએ તો તે કેવો નિસ્તેજ થઈ જાય છે ? મનુષ્યના મનનું પણ એવું જ છે. આત્મજ્ઞાન થવા છતાં પણ સાધકે ખૂબ સાવધાનીપૂર્વક નિયમિત ધ્યાન-ભજનાદિ સાધનોમાં લાગેલા રહેવાની ટેવ પાડવી જોઈએ. જેથી સર્વ પ્રકારના કુસંસ્કારોનો નાશ થાય અને સહજસમાધિની દશા પ્રગટે.’
[] જે સમયે અમેરિકન પ્રજાસત્તાકના પ્રમુખ જૉર્જ વોશિંગ્ટન હતા તે સમયની આ વાત છે.
તેઓને એક અંગત મંત્રી હતો. તેને ઓફિસમાં પહોંચતાં લાગલગાટ બે દિવસ મોડું થયું તેથી વૉશિંગ્ટને તેને પૂછયું : “ભાઈ ! તમારે ઓફિસ આવવાને કેમ મોડું થાય છે ” તેણે જવાબ આપ્યો : “સાહેબ, મારી ઘડિયાળ ધીમી પડી જાય છે.” આ વાત થયા પછીના દિવસે પણ જ્યારે તે મંત્રીને આવવામાં મોડું થયું ત્યારે વૉશિંગ્ટને કહી દીધું : “જુઓ ભાઈ ! તમે મોડા આવો તે મને પોસાય નહિ; કાં તો તમે તમારું ઘડિયાળ બદલો, નહિતર મારે મારો મંત્રી બદલ્યા સિવાય ચાલશે નહિ !”
[૩] આ જમાનાના ભારતના મહાન રાજપુરુષોમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેઓના જીવનમાં અનેક મોટા મોટા સદ્ગુણો પ્રગટ્યા હતા, જેમાંનો એક હતો નિયમિતતાનો.
જે વખતે તેઓ બેરિસ્ટરની ડિગ્રી લેવા વિલાયત ગયા ત્યારની આ વાત છે. ત્યાંના વિશ્વવિદ્યાલયનો જે પહેરેગીર હતો તે આ વિદ્યાર્થીને નિયમિતપણે લાઈબ્રેરીમાં વાંચવા આવે ત્યારે મળતો. સવારના નવ વાગ્યે તેઓ લાઇબ્રેરીમાં વાંચવા પહોંચી જતા. થોડા જ સમયમાં આ પહેરેગીરને તેમની અચૂક નિયમિતતા બાબત એટલો તો વિશ્વાસ બેસી ગયો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org