________________
દેશકાળનો વિચાર
૨૨૧
આજનો યુવાન મોટા ભાગે જીવન-આદર્શથી વિમુખ છે. ઉત્તમ કાર્ય કરવું, જીવનને ઉન્નત બનાવવું, કુટુંબ-સમાજ-દેશને ઉપયોગી થઈ પોતે પણ કાંઈક વિશિષ્ટ જીવનલબ્ધિ પ્રાપ્ત કરવી તેવો કોઈ પણ દૃઢ નિશ્ચય ઘણું કરીને તેનામાં દેખાતો નથી. સ્વતંત્રતાની પ્રાપ્તિ પહેલાં ગાંધી-નહેરુ-નેતાજીના આદર્શો સામાન્ય યુવક સમક્ષ રહેતા, પણ હવે સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ તેવું કાંઈ દેખાતું નથી. જો કે, આજે સામાજિક રાજકીય ક્ષેત્રે પણ વિશિષ્ટ મહાપુરુષોની લગભગ ગેરહાજરી સાલે છે અને આધ્યાત્મિક ક્ષેત્રે તો અત્યંતપણે સાલે છે તથા એ દૃષ્ટિએ યુવાવર્ગ પાસે કોઈ પ્રત્યક્ષ આદર્શ નથી તેની કબૂલાત આપણે કરવી રહી. આમ છતાં જો આપણે સૌ સાથે જાગી જઈએ અને જાગેલા હોઈ તો વધારે સાવધાન થઈએ તે વિશેષ આવકારલાયક છે. જો આ પ્રમાણે વર્તવામાં આવે તો આપણું જીવન આપણા મહાન પૂર્વજોનાં ઉદાત્ત ચિરત્ર અને જ્ઞાનને અનુસરતું થયું અને રસ્તામાં જે વિઘ્નો આવે તેને દૂર કરતું થયું દિવસે દિવસે ઉન્નતિકારક અને સદ્ગુણસભર બને તથા ઉત્તમ શ્રદ્ધા, ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ આચારના ત્રિવેણીસંગમ વડે સામાન્ય જીવનમાં અને ખાસ કરીને આધ્યાત્મિક જીવનમાં નવાં શિખરો સર કરી આપણે સાચું સુખ મેળવી શકીએ એવું અન્યને પણ તે મેળવવામાં મદદરૂપ થઈ શકીએ. જો આમ થાય તો જ ફરીથી સર્વશ્રી ઋષભદેવ, રામ, કૃષ્ણ, મહાવીર અને બુદ્ધની આ ભૂમિને આપણા જીવંત વ્યક્તિત્વથી સાચા અર્થમાં આપણે શોભાવી એમ કહેવાય. ૐ શુભમસ્તુ.
સાંપ્રત સમાજનું વિહંગાવલોકન
(૧) ‘જ્યાં પૈસો ત્યાં પ્રતિષ્ઠા’ એવી માન્યતા સર્વત્ર દૃષ્ટિગોચર થાય છે. વકીલ, ડૉક્ટર કે ઇજનેર કેટલું કમાય છે તેના ઉપરથી તેના વ્યક્તિત્વનું મૂલ્યાંકન થાય તે તો ઠીક, પણ ક્યા સંત, સાધુ કે મહારાજના વ્યાખ્યાનમાં કેટલા મોટરવાળા આવે છે અને તેમના સાન્નિધ્યમાં થતા ધર્મપ્રસંગોમાં કેટલા પૈસા ભેગા થાય છે તેના પ્રમાણમાં તે મહારાજશ્રીને પણ મોટા ગણવામાં આવે છે !
(૨) નિઃસ્પૃહતા, સાદાઈ, સરળતા સમાજના દરેક વર્ગના મનુષ્યોમાં એકદમ ઘટી ગયેલાં દેખાય છે.
(૩) વિદ્યાર્થીઓને ભણવામાં રસ ઓછો છે. માત્ર જરૂરી હોય તેટલી જ હાજરી વર્ગમાં પુરાવે છે (અને તે પણ ઘણી વાર તો મિત્રો દ્વારા !).
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International