________________
૨૨૦
સાકસાથી
સહકાર આપવાની ભાવનાનો જો અભાવ દેખાય છે તો એમ માનવું રહ્યું કે આપણને અનેકવિધ ધર્મકાર્યો કરવા છતાં કાંઈ સાચો લાભ મળ્યો નથી.
આ પ્રમાણે માત્ર સામાન્ય જનસમાજમાં જ નહિ, પરંતુ આશ્રમોમાં તથા અન્ય ધાર્મિક સંસ્થાઓમાં રહેતા મુમુક્ષુઓ કે સાધકોમાં પણ અનેક પ્રકારના વૈમનસ્ય ઉપજાવનારા પ્રસંગો બને અને તે એટલી કક્ષાએ પહોંચે કે તેનો ઉકેલ લાવવા માટે કોર્ટનો આશ્રય લેવો પડે તે અધ્યાત્મસાધના કરનારાઓ માટે લજ્જાસ્પદ છે. હા, અમુક સિદ્ધાંતની બાબતમાં ભલે પોતપોતાના અભિપ્રાય સૌ માને પણ તે બીજા ઉપર ફરજિયાત લાદવાની વૃત્તિ કે જેથી મતભેદ વિસ્તાર પામીને મનભેદમાં પરિણમે અને ઇષભાવ તથા કલહનું વાતાવરણ બન્યું રહે તે ખૂબ જ હાનિકારક છે.
ધર્માચરણથી વર્તમાન જીવનમાં પણ શાંતિનો અનુભવ થવો જરૂરી છે. જો કે આગામી (ઉચ્ચ કક્ષાની) ધર્મસાધનામાં કાંઈક કઠિન સાધના વખતે ખેંચાઈને પણ પુરુષાર્થ કરવો પડે છે તો પણ સમગ્ર દૃષ્ટિએ વિચારતાં તો. ધર્માચરણથી સુખશાંતિ વધવી જોઈએ, કારણ કે સાચા ધર્મની આરાધના આપણને આપણા સ્વાભાવિક શાશ્વત-સહજ-આનંદમય સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે.
જ્યાં ધર્મ છે ત્યાં સંપ અને શાંતિ છે, સાચા પ્રેમપૂર્વક એકબીજા સાથે અતિશય સજ્જતાપૂર્વકનો વ્યવહાર પણ ત્યાં છે. ધર્મકરણીથી સૌમ્યભાવ, વિનય, વિવેક, ક્ષમા, સંતોષ, સહનશીલતા, સ્વાશ્રય, શીલ (ચારિત્ર) વગેરે સદ્ગુણોની વૃદ્ધિ એવી રીતે થવી જોઈએ કે નવા આગંતુકને પણ આપણા ઉત્તમ ગુણોની સુવાસ મળે અને તેનો આત્મા પણ શીતળીભૂત થઈ આપણને મળ્યાનો આનંદ માણી શકે.
આ કહ્યા તેવા સદ્ગુણો અને શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે આપણે આપણા જીવનમાં આપણી મૂળ આર્યસંસ્કૃતિનાં મૂલ્યોને મુખ્ય કરીએ. બાહ્ય દેખાવ, અકુદરતી શૃંગાર, ખોટા દંભની પ્રવૃત્તિ, પોતાની આપવડાઈનું જ પ્રદર્શન, અત્યંતપણે અને અન્યાયપૂર્વક ધનસંચય અને ખોટા મોજશોખનું આધીનપણું જ્યાં સુધી આપણા જીવનમાં આગળ પડતું રહેશે, ત્યાં સુધી આપણે સાચા અર્થમાં સુખી થઈ શકીશું નહિ. માટે સમસ્ત સાંપ્રત સમાજે અને ખાસ કરીને યુવાન વર્ગે આપણી આર્ય-સંસ્કૃતિનાં સાચાં મૂલ્યોને ઓળખવાનો અને તેની પરીક્ષા કરીને તેમાં રહેલી ઉત્તમ વસ્તુઓને અંગીકાર કરવાનો સમય હવે પાકી ગયો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org