________________
४०
માધ્યસ્થ-ભાવના
ભૂમિકા
ધર્મભાવનાથી વિમુખ, ક્રૂર, વ્યસનલંપટ, દુર્જન કે બીજા વિપરીત ભાવવાળા મનુષ્યોનો સંસર્ગ થતાં અથવા તેઓ વડે અવરોધ ઉત્પન્ન થવા છતાં પણ તેઓ પ્રત્યે અંતરમાં મલિન ભાવ ન લાવવો અને આત્મકલ્યાણમાં લાગ્યા રહેવું તે માધ્યસ્થભાવના છે. માધ્યસ્થ-ભાવનાની સાધનામાં વિઘ્નો
વર્તમાનકાળમાં વિજ્ઞાનક્ષેત્રે ઘણો વિકાસ થયો હોવાથી ભૌતિક સુખસગવડનાં સાધનો પુષ્કળ પ્રમાણમાં વધી ગયાં છે. દુનિયાના એક ખૂણેથી બીજે ખૂણે ચોવીસ કલાકમાં પહોંચી શકાય છે; અને પાશ્ચાત્ય દેશોનો ભારત સાથેનો સંબંધ અવરજવરરૂપે અને સંસ્કૃતિ-સભ્યતાની આપલે-રૂપે ઘણો વધી ગયો છે. ભૌતિક સંસ્કૃતિ-પ્રધાન તે દેશોના રીતરિવાજ, માન્યતાઓ, રહેણીકરણી વગેરેના અંધ અનુકરણમાં મોટા ભાગે આપણા દેશના પ્રજાજનો અને નેતાઓ મગ્ન છે તેથી આધ્યાત્મિકતાને અથવા સાચી ધર્મભાવનાને અંધશ્રદ્ધાના રૂપમાં અથવા તુચ્છ દૃષ્ટિથી જોવામાં આવે છે. આના પિરણામે આધ્યાત્મિક પુરુષો અને સંતજનો પ્રત્યે ભારતની વર્તમાન પેઢીની એક પ્રકારે ઉપેક્ષા છે. આવા મનુષ્યો જો કે જગતમાં હમેશાં હોય છે, પરંતુ આ કાળે આવા મનુષ્યોની સંખ્યા ઘણી જ વધી ગઈ છે. ખેદની વાત તો એ છે કે જેઓ ભણેલાગણેલા છે, જેઓ સમાજમાં રાજ્યવહીવટમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર છે તેઓમાં આસ્તિકતાની થતી ન્યૂનતા જોવામાં આવે છે. જો કે આવા મનુષ્યોમાં બુદ્ધિબળ સારું હોય છે, પરંતુ તેના ઉપયોગની દિશા અવળી હોવાથી આત્મકલ્યાણમાં તે બુદ્ધિનો સદુપયોગ થઈ શકતો નથી, એટલું જ નહિ પરંતુ પોતાને બુદ્ધિજીવી માનનારા આ લોકો તર્કને બદલે અતિતર્કનો આશ્રય લેવાથી કુતર્કના ખાડામાં પડી આજીવન સાંસારિક કાર્યોમાં ફસાઈ રહી કાંઈ પણ દિવ્યજીવન જીવવાનો પુરુષાર્થ ચૂકી જાય છે અને આ લોક-પરલોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org