________________
૨૧૬
સાધક-સાથી
જન્મમરણના ફેરામાં ન આવવું પડે તેવા લોકોત્તર મહાપુરુષની જન્મજયંતી ઊજવવી જ યોગ્ય છે. હું તેવી સ્થિતિને પ્રાપ્ત થયો નથી. વળી જવ, વિકારી અને વિનાશી એવા આ દેહની જન્મજયંતી શું ઊજવવી ? જો તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો ચૈતન્યરૂપી. નિર્વિકારી અને અજર-અમર એવા આત્માની જન્મજયંતી કે મૃત્યુતિથિ બન્ને સમાન જ છે.
આવા અર્થગંભીર ઉદ્દબોધનથી શિષ્યમંડળી તો સ્તબ્ધ થઈ ગઈ. આ મહાપુરુષ તે તિરુવન્નમસૅના પ્રસિદ્ધ તપસ્વી શ્રી રમણ મહર્ષિ.
| [૨] સ્વામી દયાનંદ સરસ્વતી એક વાર ભરૂચ પધાર્યા હતા. તેમને સમાચાર મળ્યા કે તેમના એક શુભેચ્છક ભાઈ શ્રી કૃષ્ણરામ ઈચ્છારામને તાવ આવ્યો છે. તેઓ તો કૃષ્ણરામભાઈના ઘેર ગયા અને તેમને માથામાં પીડા થતી હતી તેથી માથું દબાવવા બેસી ગયા. બે હાથ જોડીને કૃષ્ણરામ કહે “સ્વામીજી ! આપ મારી સેવા કરો તેવી મારી યોગ્યતા નથી, મને માફ કરો.' સ્વામીજી કહે, “અરે ભાઈ ! એમાં શું છે ? કોઈ નાનું-મોટું નથી. સૌએ એકબીજાની સહાયતા કરવી તે તો માનવધર્મની સામાન્ય ફરજ છે.”
જુઓ, આ મહાત્માના ગુણો ! સેવાભાવ, મૈત્રી, વિનય અને નિખાલસતા. કેવું મહાન જીવન !
ચાલસ બીજો તે સમયે ઈંગ્લેન્ડનો રાજા હતો. સામાન્ય જનતાના હક્કોનું રક્ષણ થાય તે હેતુથી, લોકશાહીની રૂએ, એક સન્નિષ્ઠ માણસ દર વખતે સંસદમાં ચૂંટાતો. કોઈ પણ નવું બિલ સંસદમાં રજૂ કરવામાં આવે ત્યારે તે વડે લોકોનું કેટલું કલ્યાણ થઈ શકે છે તેની એવી તો સર્વાંગસુંદર શૈલીથી તે છણાવટ કરતો કે ઉમરાવો હમેશાં તેની ઈર્ષ્યા કરતા.
એક વાર બધાએ મળીને આ ગરીબ સંસદસભ્યને સીધો કરવાનો નિર્ણય કર્યો. આ કાર્ય કરવાનું બીડું તે સંસદસભ્યના નિશાળના મિત્ર ડેન્દ્રિ નામના એક સભ્ય ઝડપી લીધું. બીજે દિવસે ડેખેિ તે સંસદસભ્યને ઘેર ગયો. ઘણાં વર્ષો પછી બાળપણના સાથી ભેગા મળ્યા એટલે અલકમલકની ઘણી વાતો કરી અને ભોજન પણ સાથે જ લીધું. જતી વખતે ડેમ્બિએ તે સંસદસભ્યના ખિસ્સામાં માતબર રકમનો એક ચેક સરકાવી દીધો. થોડી વારમાં જ ખિસ્સામાં હાથ જતાં તે ચેક જોઈને આખી વાતનું રહસ્ય તે સંસદસભ્યના ખ્યાલમાં આવી ગયું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org