________________
૨૧૪
સાધક-સાથી
ઔષધશાળો, અનાથાલયો, મહિલાવિકાસગૃહો વગેરે ખોલવાં, ખાદી-ગ્રામોદ્યોગના વિકાસમાં ફાળો આપી ગ્રામજનતાને ઉપકારક થવું વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યો કરવામાં ધન, સત્તા, ઓળખાણ, લોકસંપર્ક વગેરેની જરૂર પડે તે સહેજે સમજાય તેવું છે. આવા પ્રકારની નિઃસ્વાર્થ સેવા દ્વારા કાંઈક ચિત્તશુદ્ધિ અને સાત્ત્વિક ગુણોનો વિકાસ થઈ શકે છે અને આત્મામાં થોડીઘણી સાચી મહત્તા પ્રગટે છે એમ પણ કોઈ અપેક્ષાએ કહી શકાય. પારમાર્થિક મહત્તાની આરાધના
અહીં તો તે કક્ષાથી આગળ જઈ તત્ત્વજ્ઞાનના યથાયોગ્ય પરિશીલન દ્વારા, નિવૃત્તિમય જીવનનો લક્ષ રાખી, સત્સંગ-સ્વાધ્યાયાદિ સત્સાધનોને અંગીકાર કરી, આત્મજ્ઞાન-આત્મસમાધિની જ પ્રાપ્તિ અર્થે સતત પુરુષાર્થયુક્ત થવારૂપ જે દિવ્યજીવન તેનો લક્ષ રાખવાનો છે. આમ કરવાથી સાચી સ્વાધીનતા, સાચી નિઃસ્પૃહતા અને સાચાં જ્ઞાન-વૈરાગ્ય-વ્રત-જપતપ આદિ પ્રગટે છે. ક્રમે કરીને મોહનો નાશ કરીને આ પુરુષ જે મહત્તા પામે છે તે અચિંત્ય માહામ્યવાળી અને અતીન્દ્રિય છે અને તે વડે શાશ્વત એવા આત્માના પરમ આનંદની તેને પ્રાપ્તિ થાય છે.
આવું જીવન જેણે બનાવ્યું છે તે પુરુષ સર્વોત્તમ મહત્તાનો ધરનાર છે એમ અમે શ્રદ્ધીએ છીએ. તેવા પુરુષનાં ચરણકમળનું યથાયોગ્ય અવલંબન અને તેના જીવનનું અનુસરણ તેવી મહત્તા પ્રગટ કરવાનું એક મુખ્ય કારણ હોવાથી અમે તેનું વારંવાર ધ્યાન કરીએ છીએ. અધ્યાત્મવેત્તા પુરુષની મહત્તા
(૧) તે વ્યક્તિ સર્વશ્રેષ્ઠ અને મહાન છે જે પોતાની પ્રતિજ્ઞાઓનું અટલપણે પાલન કરીને સત્યમાર્ગનું અનુસરણ કરે છે. તે આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારનાં પ્રલોભનોનો બેધડક સામનો કરે છે અને મોટામાં મોટું કષ્ટ પણ ખુશીથી સહન કરે છે. અનેક પ્રકારનાં તોફાનો, લાલચો અને ધમકીઓ વચ્ચે પણ નીડરપણે વર્તે છે અને સચ્ચાઈ, નીતિ તથા પરમાત્મામાં અડગ શ્રદ્ધા રાખીને પોતાના માર્ગે આગેકૂચ ચાલુ જ રાખે છે.
(૨) જે વિશ્વનો ઉપકાર કરે છે, જે કલંકરહિત છે, જે વ્રતસહિત છે, જે વિનયવાન છે અને જે વિવેકી છે તે મહાપુરુષ કહેવાય છે.
(૩) વિદ્યા, શૂરવીરતા, ચતુરાઈ, બળ અને ધીરજ – આ પાંચને જે મિત્ર બનાવે તે મહાપુરુષ બની જાય છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only