________________
શ્રદ્ધા
૨૦૯
પ્રીતિ ઊપજતી નથી તથા સપ્ત ભય અને આઠ મદથી રહિતપણું થઈ નવ નિધિ પ્રત્યેથી પણ વૃત્તિ હઠી જાય છે. આમ, આ સમ્યકૂશ્રદ્ધા અતિ અપૂર્વ અને કલ્યાણ પરંપરાની જનની છે; તેથી તેની ઉપાસના સાધકે અગ્રિમતાના ધોરણે કરવી રહી એવો આત્માનુભવી શ્રીગુરુઓનો ભવ્ય જીવોને ઉપદેશ છે.
સત્યાર્થ શ્રદ્ધાની આરાધના
સત્યતત્ત્વના બોધનો વારંવાર પરિચય કરવાથી અને અપૂર્વભાવ સહિત સત્પુરુષના બોધને ધારણ કરવાથી અનાદિના દેહાત્મબુદ્ધિના સંસ્કાર ધીમે ધીમે ઘસાઈ જાય ત્યારે આત્મામાં જ આત્મબુદ્ધિ ઊપજે છે અને જગતના પદાર્થોમાં જે મહત્તા માની હતી તે ક્રમે કરીને ઘટે છે, જેના ફળસ્વરૂપે જ્ઞાન-વૈરાગ્યરૂપી શીતળતા તેની જીવનસરિતામાં સહજરૂપે પ્રગટ થાય છે. આવા અભ્યાસથી સત્સંગ-સશાસ્ત્ર-સત્તત્ત્વમાં ચિ વધી જતાં ક્રમે કરીને જેની ચિત્તવૃત્તિ સ્વતત્ત્વ પ્રત્યે રહેવા લાગે છે તેવા શિષ્યને કોઈક દિવસે સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થઈ જતાં સ્વાનુભવદશા પ્રગટે છે કે જેને પરમાર્થ-શ્રદ્ધા કહેવામાં આવે છે. આત્માનુભૂતિની પ્રાપ્તિનો આ ક્રમ છે; માટે કોટિ ઉપાયે પણ ‘સત્' જેમાં મૂર્તિમંત છે તેવા સદ્ગુરુ-સત્પુરુષ પ્રત્યે રુચિ આણવી, તો તેથી ‘સત્' એવા સ્વ પ્રત્યે રુચિ ઊપજતાં કાર્યની સિદ્ધિ અવશ્ય થાય છે.
શ્રદ્ધાનો મહિમા
(૧) વંતળમૂતો ધમ્મોઃ (સાચી) શ્રદ્ધા તે ધર્મનું મૂળ છે. (૨) સર્વગુણાંશ તે સમ્યક્ત્વ (સાચી શ્રદ્ધા).
(૩) જ્ઞાની પુરુષના વાક્યના શ્રવણથી ઉન્નસિત થતો એવો જીવ ચેતન-જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
(૪) શ્રદ્ધા મનુષ્યની તે શક્તિઓમાંની એક છે જે મનુષ્યને જીવંત રાખે છે, શ્રદ્ધાના પૂર્ણ અભાવનું નામ જ જીવનનું અવસાન છે.
(૫) વિશ્વાસ, વિશ્વાસ, પોતાના આત્મામાં વિશ્વાસ, ઇશ્વરમાં વિશ્વાસ, આ જ જીવનસફળતાનું રહસ્ય છે.
(૬) મોકૂં કહાં તું ઢુંઢે બંદે મેં તો તેરે પાસમેં,
કહત કબીર સુનો ભાઈ સાધો મેં તો હું વિશ્વાસમેં.
(૭) શ્રદ્ધાનું મૂળ તત્ત્વ છે બીજાની સાચી મહત્તાનો સ્વીકાર.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org