________________
૨૧૦
(૮) ખરેખર તો નિરાશ થઈ ગયેલા હૃદયને સાંત્વના, અવલંબન અને નવજીવન અર્પણ કરવાવાળી આ શ્રદ્ધા જ છે. શ્રદ્ધામાં આત્મ-સમર્પણ રહ્યું છે.
(૯) જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સમ્યક્ત્વ (સાચી શ્રદ્ધા) થાય નહિ. સમક્તિ થયું હોય તો દેહાત્મબુદ્ધિ મટે; જો કે અલ્પ બોધ, મધ્યમ બોધ, વિશેષ બોધ જેવો હોય તે પ્રમાણે પછી દેહાત્મબુદ્ધિ મટે.
(અ) અવિનય, (બ) અહંકાર, (ક) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહિ છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું, અને (ડ) રસલુબ્ધપણું એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમક્તિ ન થાય.
સાધક-સાથી
(૧૦) શ્રદ્ધાથી ભ્રષ્ટ છે તે જીવો ભ્રષ્ટ છે, તેમનો મોક્ષ થતો નથી. ચારિત્રભ્રષ્ટ (સુધરે તો) મોક્ષે જાય છે, શ્રદ્ધાભ્રષ્ટ મુક્તિને પામતા નથી. (૧૧) જ્યાં તર્ક અસ્ત પામે છે, ત્યાં શ્રદ્ધાનો ઉદય થાય છે. (૧૨) આત્મવિશ્વાસ તે આત્મવિજયની પહેલી શરત છે.
(૧૩) શ્રદ્ધાવાનને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે સંશય કર્યા કરે છે તેને આ લોક કે પરલોકમાં સુખની પ્રાપ્તિ થતી નથી, તે નષ્ટ થઈ જાય છે.
(૧૪) જે પરમાત્માના ચરણકમળ વિશે ભ્રમર સમાન ઉત્સુક હોય, ગુણગ્રહણ કરવામાં અનુરક્ત હોય, ઉત્તમ સાધુઓ પ્રત્યે પરમ વિનયવાન હોય, પોતાના દોષોને નિંદનારો હોય અને આત્માર્થી મુમુક્ષુઓને જોઈ હર્ષોલ્લાસ સહિત સાચી પ્રીતિ કરનારો હોય તે સાધક સમ્યક્ દૃષ્ટિવાળો – સાચી શ્રદ્ધાવાળો હોય છે.
શ્રદ્ધાનાં જીવંત દૃષ્ટાંતો [૧]
Jain Education International
-
-
ઇ.સ. ૧૯૩૪ની સાલ.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં બાળબ્રહ્મચારી શ્રી દેવચન્દ્રજી રહે. નાનપણથી જ અધ્યયન અને અધ્યાપનમાં રસ હોવાથી કારંજા નામના ગામમાં તેમણે ઈ.સ. ૧૯૧૮ની સાલમાં એક બ્રહ્મચર્યાશ્રમ ચાલુ કર્યો હતો. ભ્રમણ કરતાં કરતાં કોલ્હાપુર જિલ્લામાં લોકોને સામાન્ય શિક્ષણ અને ધાર્મિક સંસ્કારોથી વિહીન જોઈ તેમણે ત્યાં સ્થિર થવાનો સંકલ્પ કર્યો અને કોલ્હાપુરથી અઢાર માઈલ દૂર કુંભોજ-બાહુબલી નામના પ્રાચીન તીર્થની તળેટીમાં એકાદ ઓરડી બંધાવીને રહેવાનું શરૂ કર્યું.
પ્રારંભમાં આવતા-જતા યાત્રીઓ મહારાજશ્રીની મુલાકાતે આવતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org