________________
માધ્યસ્થ ભાવના
૨૦૫
વર્તન જોઈ પેલા સાધુ તો સ્તબ્ધ જ થઈ ગયા. પોતાના ઉદ્ધત વ્યવહારનો પસ્તાવો થવાથી સાધુએ તો તુરત ક્ષમાયાચના કરી મહારાજશ્રી પાસે પ્રાયશ્ચિત માગ્યું.
મહારાજશ્રીએ સૌમ્યભાવથી કહ્યું : “તમો નિશ્ચિત રહો, થવાનું હતું તે થઈ ગયું. મારા મનમાં તો ક્રોધ છે જ નહિ, પરંતુ ભવિષ્યમાં વધારે આત્મજાગૃતિ રાખજો, જેથી અન્ય કોઈ પ્રત્યે નિંદા કે ક્રોધભાવ ન થાય.” વિપરીત માર્ગમાં વર્તનાર પ્રત્યે પણ કેવો સમભાવ !
[૨] વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરના પિતાનું નામ દેવેન્દ્રનાથ હતું. તેઓએ જે ઉત્તમ પદ્ધતિથી પોતાનું મહાન વ્યક્તિત્વ વિકસાવ્યું હતું તેને અનુલક્ષીને બંગાળના મોટા પુરુષોએ તેમને “મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરનું મહિમાયુક્ત બિરુદ અર્પણ કર્યું હતું.
એક દિવસ બ્રહ્મોસમાજના પ્રસિદ્ધ ઉપદેશક પ્રતાપચન્દ્ર મજમુદાર પોતાના સાથીઓ સાથે તેમને ઘેર ગયા. મહર્ષિના ટેબલ ઉપર અનેક ધર્મોનાં પુસ્તકો જોઈ તેઓ ડઘાઈ ગયા. જ્યારે તેઓએ મહર્ષિને પૂછયું, આ પુસ્તકો તમારા ટેબલ ઉપર ક્યાંથી આવ્યાં ?” મહર્ષિએ પોતાની સૂચક શૈલીમાં કહ્યું. “હું જ્યારે નીચેના પ્રદેશમાં ચાલતો હતો ત્યારે મને ટેકરીઓ અને સપાટ જમીનનો ભેદ સાલતો, પણ હવે ઊંચી સ્થિતિએથી જોઉં છું તો તેવા ભેદ ગૌણ થઈ જાય છે.”
આ વાત સત્ય છે કે વિવેકી પુરુષો તો આત્મશુદ્ધિને વધારનારી સાધનાનો જ લક્ષ રાખી આગળ વધે છે. મતમતાંતર અને વાદવિવાદને છોડી એક સામ્યભાવની પ્રાપ્તિના ઉદ્દેશથી મધ્યસ્થતાનો વિકાસ કરે છે અને અન્યના વિચારો પ્રત્યે પણ ઉદારતા દાખવે છે. તેમને કોઈ પણ ધર્મ પ્રત્યે તિરસ્કારની લાગણી ઉદ્દભવતી નથી.
ચાલુ સદીની શરૂઆતમાં હુગલી જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર શ્રીયુત મહમદ નબી સાહેબ હતા. તેઓને એક ફકીરનો સમાગમ થયેલો. તે ફકીર કાંઈ વાહન વાપરતા નહિ અને પદયાત્રાથી જ તેમણે અરબસ્તાન, મિસર, ઈરાન તથા ભારતમાં પરિભ્રમણ કર્યું હતું. ડેપ્યુટી કલેક્ટર સાહેબે તેમને પૂછ્યું : ક્યા તીર્થમાં તમે સૌથી મોટી સંખ્યામાં સાચા સાધુઓ જોયા ?” ફકીર કહે : “હરદ્વારના કુંભમેળામાં.” ડેપ્યુટી કલેક્ટર આશ્ચર્ય પામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org