________________
૧૯૬
સાધક-સાથી
ઉપરોક્ત સર્વ ગુણો જેનામાં વિદ્યમાન છે પરંતુ આયુષ્યની પૂર્ણતા થવાથી જેઓ છેલ્લા દેહથી કિંચિત્ જૂન આકારે વિશ્વના સર્વોચ્ચ પ્રદેશ સિદ્ધલોકમાં) સાદિ-અનંત કાળ સુધી પરમાનંદ આદિ ગુણોથી વિભૂષિત છે અને રહેશે તે અશરીરી પરમાત્મા છે. તેમને સિદ્ધ પરમાત્મા કહેવામાં આવે છે.
જેઓએ આત્મજ્ઞાન અને વિશિષ્ટ આત્મસંયમ પ્રગટ કર્યો છે, જેઓનું શ્રદ્ધાનું, જ્ઞાનનું અને આચારનું બળ અદ્ભુત છે, જેઓ અહિંસા આદિ પાંચ મહાવ્રતોના પાલનમાં તથા ક્ષમાવિનયાદિ દશ ધર્મોની આરાધનામાં તથા બાહ્યાભ્યતર તપ દ્વારા જ્ઞાન ધ્યાનાદિની સાધનામાં પોતે જાગ્રતપણે વર્તે છે તથા મોક્ષમાર્ગમાં અન્ય ધર્મલોભી જીવોના પરમ માર્ગદર્શક નેતા તરીકે શોભે છે, તેવા મહતુ મહત્વરુષને શ્રી આચાર્ય મહારાજ કહીએ છીએ. - ઉપરોક્ત ગુણોથી જેઓ સામાન્યપણે વિભૂષિત છે, પરંતુ જ્ઞાનબળની વિશિષ્ટ આરાધના કરી હોવાથી જેઓ સન્શાસ્ત્રોના ખરેખરા પારગામી બન્યા છે અને સર્વતોમુખી જ્ઞાનપ્રતિભાથી શોભિત થયા થકા મહાન વક્તાપણાના ગુણોસહિત ધર્મલોભી જીવોને મોક્ષમાર્ગ સંબંધી જ્ઞાનનું વિપુલ દાન દેવાને સમર્થ છે તેવા મહત્વરુષને શ્રી ઉપાધ્યાય મહારાજ કહીએ છીએ. આવા મહાપુરુષો મુખ્યત્વે અધ્યયન અને અધ્યાપનમાં અનુરક્ત રહે
ઉપરોક્ત સર્વગુણોથી સામાન્યપણે વિભૂષિત હોવા છતાં જેઓ આચાર્યશ્રીની રાહબરી હેઠળ જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય-તપ દ્વારા નિજ-આત્માની વિશેષ શુદ્ધિને સાધવામાં જ અનુરક્ત છે તેવા નિગ્રંથ, નિર્મોહ અને સાંસારિક પ્રપંચોથી વિરહિત મહત્પરુષ હોય તેમને શ્રી સાધુ મહારાજ કહીએ છીએ.
આમ પાંચ પ્રકારે આત્માના વિકાસની વિભિન્ન શ્રેણીઓનું જે વૈજ્ઞાનિક વર્ણન વીતરાગદર્શનકારોએ કર્યું છે, તેને સરળ ભાષામાં એક તદ્દન સામાન્ય પ્રકારથી જ અત્રે અવિરત કર્યું છે. આ પરમપદનો મહિમા અતુલ્ય છે, અવર્ણનીય છે – વાચા દ્વારા વ્યક્ત કરી શકાય તેમ નથી.
આ પરમપદનું સ્મરણ-ધ્યાન કરવાથી અત્યંત મંગળની પ્રાપ્તિ થાય છે. એટલે કે પાપભાવોનો નાશ, પુણ્યની પ્રાપ્તિ અને શુદ્ધાત્માનો લક્ષ ઊપજે છે. જો કે આ પદની પ્રાપ્તિ આ કાળે મુખ્યપણે આદર્શરૂપ છે, જે હકીકત હોવા છતાં પણ આ પરમપદનું યથાર્થ અને વૈજ્ઞાનિક જાણપણું મોહનો નાશ કરી ઉત્તમ એવા આત્મજ્ઞાનાદિની પ્રાપ્તિ કરાવે છે, માટે ફરી ફરી પ્રયત્નપૂર્વક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org