________________
૨૦૦
નવજાત શિશુનાં હાસ્ય, કંપ અને રુદનનાં કાર્યો તેનાં વર્તમાન જીવનના કોઈ પણ શિક્ષણ કે અનુભવ વિના પણ થતાં જોવામાં આવે છે. આ કાર્યો તેનામાં ઉત્પન્ન થયેલાં હર્ષ, ભય અને શોકને પ્રદર્શિત કરે છે. જો અમુક અનુભવ પૂર્વનો ન માનીએ તો અનુકૂળ સંજોગોમાં હર્ષ, મોટો અવાજ આદિ થતાં ભય અને ભૂખ લાગતાં શોકનો અનુભવ તેને ક્યાં કારણોથી સમજી શકાય ? સ્તનપાન કરવાની ઇચ્છાથી પ્રેરાઈને જ તે શિશુ ભૂખની નિવૃત્તિ અર્થે સંકલ્પપૂર્વક પ્રવૃત્તિ કરે છે, જેથી આ કાર્ય ભૂખનિવર્તક છે એમ તેને પૂર્વઅનુભવ હોવો જોઈએ તેમ સાબિત કરે છે. આવા પૂર્વસંસ્કાર આ જીવનમાં તો પ્રાપ્ત થયા નથી તે પૂર્વજન્મમાં પ્રાપ્ત થયા હોવા જોઈએ એમ સ્વીકારતાં પૂર્વજન્મ સાબિત થાય છે અને તેથી પુનર્જન્મ પણ આપોઆપ સાબિત થઈ જાય છે.
પુનર્જન્મને દર્શાવતા જીવનવૃત્તાંતો
પુનર્જન્મને દર્શાવતા અને પૂર્વભવનું સ્મરણ થયું હોય તેવા મનુષ્યોને લગતી અનેક વાતો અવારનવાર પ્રગટ થતી રહે છે અને માનસશાસ્ત્રીઓ - Psychologists તથા વર્તમાનપત્રોના સંવાદદાતાઓ અનેક પ્રસંગોને રજૂ કરે છે. અહીં તો આપણે ત્રણ મનુષ્યોના જીવનપ્રસંગોનો ટૂંકમાં વિચાર કરીશું, જેઓની પ્રસિદ્ધિ પોતપોતાનાં ક્ષેત્રમાં, ભારતના જ નહિ પણ સમસ્ત વિશ્વના પ્રથમ પંક્તિના પુરુષોમાં થયેલી છે.
સાધકસાથી
પુનર્જન્મનાં જીવંત દૃષ્ટાંતો [1]
વિક્રમના સોળમા સૈકામાં બિહારમાં શંકર મિશ્ર નામના એક વિદ્વાન કવિ થઈ ગયા. તેમના બાળપણનો આ પ્રસંગ છે.
Jain Education International
એક વાર તેમના ગામ પાસેથી ત્યાંના રાજાની સવારી પસાર થઈ. સામાન્ય રીતે રાજાની સવારી જોવા સૌ માણસો જાય તેવો તે વખતે રિવાજ હતો એટલે તે પણ ગામની ભાગોળે જઈને ઊભો રહ્યો. તે વખતે શંકરની ઉંમર પાંચ વર્ષની હતી, પરંતુ શરીર ખૂબ સ્વરૂપવાન હતું. હાથી પર બેઠેલા રાજાની દૃષ્ટિ આ બાળક પર પડી. રાજાએ તે બાળકને સંસ્કૃતમાં પૂછ્યું, “વત્સ ! કેમ, એકાદ કવિતા સંભળાવી શકીશ ?" બાળકે ઉત્તર આપ્યો, “રાજન્ ! મારી પોતાની રચેલી સંભળાવું કે અન્યની રચેલી ?” રાજાએ કહ્યું. “તને કવિતા રચતાં પણ આવડે છે ?” બાળકે ઉત્તર આપ્યો :
For Private & Personal Use Only
www.jainelibrary.org