________________
૩૯
પુનર્જન્મ
ભૂમિકા
વર્તમાનમાં આપણે જે દેહમાં રહીએ છીએ તે દેહની અવિધ પૂરી થયે આપણું અસ્તિત્વ નષ્ટ નથી થતું અર્થાત્ આ શરીર છોડીને પણ બીજું શરીર ધારણ કરવું પડે છે એ હકીકતનો જે સ્વીકાર કરે છે તેને આસ્તિક કહેવામાં આવે છે અને પુનઃ દેહધારણરૂપ જે અવસ્થા તેને પુનર્જન્મ કહેવામાં આવે છે. ચાર્વાક (નાસ્તિક) દર્શન સિવાયના બધા જ આ દર્શનકારોએ એકમતે પુનર્જન્મના સિદ્ધાંતને સ્વીકારીને પોતપોતાના દર્શનો તેની પુષ્ટિ કરી છે. પુનર્જન્મની સિદ્ધિ
એક જ માતાપિતાનાં જુદાં જુદાં બાળકોનું બાહ્યાંતર વ્યક્તિત્વ જુદું જુદું સ્પષ્ટપણે દેખાય છે. બધાયનો ઉછેર, કેળવણી અને સંયોગો સરખા હોવા છતાં એક હોશિયાર અને એક ઠોઠ હોય છે, એક ગોરો અને એક કાળો હોય છે, એક લૂલો, લંગડો બહેરો કે એકાદ અંગ વગરનો હોય છે, તો બીજો સૌમ્ય, સુંદર અને સર્વાંગસંપૂર્ણ હોય છે.
એક જ વર્ગના એ જ શિક્ષકો અને એ જ વિદ્યાર્થીઓ હોવા છતાં એક વિદ્યાર્થી ઊંચા ગુણ મેળવી ઉત્તીર્ણ થાય છે, જ્યારે બીજો ત્રણ વર્ષ થવા છતાં પણ ઉત્તીર્ણ થઈ શકતો નથી.
પશુઓમાં અનેક પ્રકારનું જન્મજાત વેર જોવામાં આવે છે. ઉંદર-બિલાડી, સાપ-નોળિયો, મોર-સાપ વગેરે પ્રાણીઓ સામા પક્ષનાં પ્રાણીઓને જોતાંવેંત જ કોઈ પણ પ્રકારની બાહ્ય ચેષ્ટા કે કારણ વગર સામા પ્રાણી સાથે વેરભાવથી પ્રેરાઈને લડવા લાગી જાય છે.
જન્મથી જ અતિશય વિચક્ષણ બુદ્ધિ ધારણ કરનારા મનુષ્યો ઇતિહાસપ્રસિદ્ધ પણ છે અને નજીકના ભૂતકાળમાં પણ થયેલા દેખાય છે. જે પ્રકારની અને જે પ્રમાણની બુદ્ધિ અમુક વયમાં કે અમુક સંજોગોમાં સંભવી જ ન શકે તેવી અતિ વિરલ અને અતિ વિશિષ્ટ પ્રશાસંપન્નતા દેખી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આનાં દૃષ્ટાંત હવે પછી આપણે જોઈશું.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International