________________
૩૬
તત્ત્વજ્ઞાનનો સાર
ભૂમિકા
આ જગતમાં જે પદાર્થ ખરેખર જેવો છે તેવું તેનું જ સ્વરૂપ તે તે પદાર્થનું તત્ત્વ છે અને તેવા તત્ત્વનું યથાર્થ જ્ઞાન તેને તત્ત્વજ્ઞાન કહીએ. આવા સમસ્ત તત્ત્વજ્ઞાનનો જે સાર તે તત્ત્વજ્ઞાનનો સાર છે. આ જગતના બધા પદાર્થોમાં જ્ઞાન અને આનંદના ગુણો ધરાવનાર જે શાશ્વત પદાર્થ તે આત્મા છે – ચેતન છે. પ્રાણીમાત્રનું લક્ષ્ય જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ હોવાને લીધે તે આત્મત્વ પ્રગટ કરવું તે તત્ત્વજ્ઞાનનો સાર છે. તત્ત્વનું યથાર્થ સ્વરૂપ
જે આત્માઓ જ્ઞાન અને આનંદને પૂર્ણપણે પામ્યા તેમને પરમાત્મા અથવા સર્વજ્ઞ કહેવામાં આવે છે. તેઓએ પોતાના જ્ઞાનમાં જો કે અનંત પદાર્થો જોયા, પણ તે સર્વમાં સારરૂપ પદાથે બે પ્રકારના જોયા : જડ અને ચેતન. જેનામાં જાણવા-જોવાની શક્તિ ન હોય, જે રૂપી હોય અને જે સ્પર્શ-રસ-ગંધવણદિથી યુક્ત હોય તેવા ઇન્દ્રિયગમ્ય પદાર્થોને જડ કહેવામાં આવે છે. પર્વત, માટી, પથ્થર, ધાતુ, લાકડું વગેરે પદાર્થો જડ તત્ત્વનાં દૃષ્ટાંતો છે, કારણ કે તે પદાર્થો બીજા કોઈ દ્વારા જણાય છે, પણ તેઓ બીજા પદાર્થોને જાણી-જોઈ શકતા નથી.
આ જડ અને રૂપી તત્ત્વથી જુદા સ્વભાવવાળું, જાણવા-દેખવાની શક્તિવાળું ચૈતન્ય તત્ત્વ છે. જેને આત્મા, જીવાત્મા, પરમાત્મા વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આવું ચૈતન્ય દરેક પ્રાણીમાત્રમાં રહેલું છે અને તેની સત્તાથી જ આ સમસ્ત વિશ્વમાં રમણીયતા વ્યાપેલી જોવામાં આવે છે. જો કે તેના ગુણોનો કોઈ પાર નથી. છતાં ટૂંકમાં તેને મહાત્માઓએ આવા મુખ્ય ગુણોવાળું કહ્યું છે :
સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા સુખભાસ;
વેદક્તા ચૈતન્યતા, એ સબ જીવવિલાસ.” જડ અને ચેતન – એમ આ બે પદાર્થો એકબીજાનું નિમિત્ત પામીને, For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International