________________
સાધક-સાથી
છે, તે જાપથી જ્ઞાની પુરુષ આત્મા અને દેહને જુદા પાડી શકે છે. તે ભેદવજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે.
૧૮૮
(૩) તત્ત્વદૃષ્ટિથી જે આત્માને, આ અપવિત્ર શરીરથી ભિન્ન અને જ્ઞાનસ્વભાવી જાણે છે તે સર્વ શાસ્ત્રોને જાણે છે. જે જ્ઞાનસ્વરૂપ આત્માને શરીરથી ભિન્ન નથી જાણતો તે અનેક શાસ્ત્રોનો પાઠી હોવા છતાં તે સાચો શાસ્ત્રજ્ઞ નથી.
(૪) સમજ્યા સમજ્યા એક છે, વણસમજ્યા સૌ એક; સમજ્યા તે તો જાણિયે, જેને હૃદય વિવેક. (૫) ધન ભોગોની ખાણ છે, તન રોગોની ખાણ, જ્ઞાન સુખોની ખાણ છે, દુઃખ ખાણ અજ્ઞાન. (૬) જ્ઞાન જ્ઞાન સબ કો કહે આત્મજ્ઞાન સો જ્ઞાન; કહે પ્રીતમ પારસમણિ, ઔર સબૈ પાષાણ.
(૭) હૈ મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિશે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિશે દેખાશે.
તત્ત્વજ્ઞાનનો સાર : જીવંત દૃષ્ટાંતો [૧]
મધ્યમ યુવાવસ્થાવાળા એક ત્યાગી પુરુષ હિમાચલના કોઈ ગામમાંથી પસાર થઈ જંગલની દિશામાં જઈ રહ્યા હતા. ગામને પાદરે લોકોએ તેમને રોક્યા અને કહ્યું : સ્વામીજી, તમારે આ રસ્તે જવું યોગ્ય નથી, કારણ કે અહીંથી આગળ જતાં એક ભયાનક જંગલ ચાલુ થાય છે, જેમાં અનેક પ્રકારનાં હિંસક પ્રાણીઓનો નિવાસ છે.' સ્વામીજીએ કહ્યું : “ભાઈ, અમે તો રમતા રામ, અમારે કોઈનો ડર ન હોય.' લોકોએ સમજાવ્યા. છતાં મહાત્મા તો માન્યા નહિ, એટલે લોકોએ તેમના હાથમાં એક લાકડી આપી. મહાત્મા તો પોતાને રસ્તે આગળ વધ્યા.
થોડે આગળ ચાલીને તેમણે વિચાર કર્યો કે મારા આયુષ્યનો અને પ્રભુનો ભરોસો હોય તો મારે આ લાકડીની પણ કાંઈ જરૂર નથી. એમ નિર્ણય કરી તેઓએ લાકડી ફેંકી દીધી. આગળ ચાલ્યા તેમ જંગલ ગીચ અને વધારે ભયાનક થતું ગયું. થોડી વારમાં જ એક મોટું કાળું રીંછ મહાત્માની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org