________________
નિયમિતતા
૧૮૩
જાતની ટેવ પડી જાય છે અને જો આત્મજાગૃતિ હશે તો તે ટેવ ઘેર આવ્યા પછી પણ ચાલુ રાખવામાં આવશે. અને આવા અભ્યાસ પછી છેલ્લે, નિયમનું ગ્રહણ એટલે વ્રત લેવું તે પણ નિયમિતતાને દૃઢ કરવા માટે અત્યંત જરૂરી છે. વ્રતગ્રહણનો એવો મહિમા છે કે જ્યારે જ્યારે વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરવાનો અવસર ઊભો થશે ત્યારે તુરત જ વ્રતરૂપી વાડ આપણું તેનાથી રક્ષણ કરશે અને આમ નિયમિતતાને ધીમે ધીમે આપણા જીવનનો એક સહજ સ્વભાવ બનાવી દેશે. આ કારણથી જ આપણા પૂર્વાચાર્યો અને સંત-મહાત્માઓએ વ્રતનું અધિક મહત્ત્વ આત્મસાધનામાં સ્વીકાર્યું છે.
છેલ્લે નિયમિતતાની સાધના બાબત ઘણા મુમુક્ષુઓ તરફથી ફરિયાદ કરવામાં આવે છે કે નિયમિત જીવન જીવવું તેમને માટે બહુ જ કઠિન છે. હવે જો ખરેખર વિચારીએ તો સાધનામાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ વધારે ને વધારે કુદરતી – સ્વાભાવિક બનતા જવાનું છે, કુદરતના ન્યાયમાં નિયમિતતા દૃષ્ટિગોચર થાય છે. સૂર્ય સવારે જ ઊગે છે અને સાંજે જ આથમે છે. ચંદ્ર સાંજે જ ઊગે છે અને સવારે અદૃશ્ય થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું પોતપોતાના મહિનાઓમાં જ આવે છે. ફળ-ફૂલ-શાકભાજી વગેરે પણ નિયમિત સમયે જ આવે છે અને સાગરમાં ભરતી-ઓટની વ્યવસ્થા પણ નિયમિત જોવામાં આવે છે.
આમ, પ્રકૃતિના ખોળે તો પદાર્થો નિયમિતતા ધારણ કરી રહેલા દેખાય છે, તો પછી જે સાધક પોતે કુદરત તરફ જઈ રહ્યો છે, તેનામાં અનિયમિતતા કેમ શોભે ? જો કે ગૃહસ્થાશ્રમમાં કેટલીક વસ્તુઓ અને બનાવો આપણા નિયમનની બહાર હોય છે એટલે એકાએક કોઈ મહેમાનોનું આવી જવું, કોઈને અકસ્માત, રોગ કે મરણનો યોગ થઈ જવો એ ઇત્યાદિ પ્રકારોને બાદ કરતાં નિયમિતતાનું સેવન પ્રાથમિક ભૂમિકા પછી સહજ, સરળ અને સ્વભાવરૂપ બની જાય છે – બની જવું જોઈએ.
ઉત્તમ ફળ દેનારી આવી નિયમિતતાને, ચાલો આપણે પણ નિયમિત રીતે આરાધી સ્વભાવરૂપ કરી દઈએ.
નિયમિતતાનાં જીવંત દૃષ્ટાંતો
- સાધનામાં નિયમિતતાની બાબતમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતાના ગુરુ શ્રી તોતાપુરીજીનું દૃષ્ટાંત ભક્તોને વારંવાર કહેતા. તોતાપુરીજી ઉગ્ર તપસ્વી હતા અને ઉચ્ચ દશાને પામેલા મહાત્મા હતા. પિત્તળનો લોટો,
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only