________________
નિયમિતતા
જે સમયે જે કાર્ય કરવાનું છે તે સમયે કાર્ય અવશ્યપણે કરવાની નીતિમાં જે પારંગત થયો છે તે પુરુષ નિયમિત કહેવાય છે અને તેની તે નિષ્ઠા, નીતિને નિયમિતતા કહેવાય છે. વ્યવહારજીવનમાં નિયમિતતા
નિયમિતતાનો ગુણ જેટલો પરમાર્થની સાધનામાં ઉપયોગી છે તેટલો જ વ્યવહારજીવનની સફળતામાં પણ ઉપયોગી છે. ઘરમાં, નિશાળમાં, કૉલેજમાં, હૉસ્પિટલમાં, દુકાનમાં, મિલમાં, કારખાનામાં, નોકરીમાં, કોર્ટમાં કે બીજે ગમે તે સ્થળે જે નિયમિતપણે વર્તે છે તે પોતાનું કામ સમયસર અને શાંતિથી કરી શકે છે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે, સૌના ધન્યવાદને પાત્ર ઠરે છે અને ઉત્તરોત્તર પ્રગતિ સાધી પોતાના વિષયમાં અગ્રેસર અને નિષ્ણાત બની જાય છે. આ કારણથી જ આપણે જોઈએ છીએ કે જે દુકાનદાર નિયમિત દુકાન ઉઘાડે છે, જે ડૉક્ટર સમયસર દવાખાને હાજર હોય છે, જે સેલ્સમેન એપોઇન્ટમેન્ટનો સમય સાચવે છે, જે કારીગર સમયસર કામ પૂરું કરી આપે છે, જે શિક્ષક કે પ્રોફેસર સમયસર પોતાના કામે પહોંચી જાય છે, જે વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે છે અને જે ગોરમહારાજ સમયસર લગ્નવિધિ પતાવી આપે છે તેઓ ઘણું કરીને લોકપ્રિય બને છે અને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મેળવે છે. પરમાર્થમાર્ગમાં નિયમિતતા
પરમાર્થમાર્ગમાં તો નિયમિતતાની આટલી હદે આવશ્યકતા છે કે તેનું પ્રતિબિંબ નીચેની પ્રસિદ્ધ અંગ્રેજી કહેવતમાં પણ પડ્યું છે - જ્યાં નિયમિતતાનું સર્વોચ્ચ પાલન કરનાર માટે કહેવાય છે : 'He is religiously regular.'
હવે વિચારીએ કે અધ્યાત્મસાધનામાં નિયમિતતાની આટલી બધી આવશ્યકતા કેમ બતાવવામાં આવી છે. પ્રથમ તો સાધનામાં અનાદિકાળના પડેલા કુસંસ્કારો અને કુટેવોને સુસંસ્કારો અને સાચી ટેવોના પુટ આપવા વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org