________________
૧૭૮
સાધક-સાથી
વાંચવા સંબંધીનો આગ્રહ છોડીને જેમાંથી આત્મકલ્યાણની પ્રાપ્તિ અને જીવન-સુધારણાની પ્રેરણા મળે તેવા યોગ્ય અને શિષ્ટ ગ્રંથો વાંચવા સંબંધીનો સંકોચ છોડી દેવા યોગ્ય છે.
એક ખાસ વાત આ કક્ષાએ સર્વ સાધકોએ યાદ રાખવાની છે તે એ કે જેવી રીતે પરીક્ષામાં સિત્તેર ટકા ગુણ મેળવ્યા વગર મેડિકલ કૉલેજમાં દાખલ થઈ શકાતું નથી, પાંચ વર્ષના અધ્યાપનના અનુભવ વિના પ્રોફેસર બની શકાતું નથી, તેમ ઉત્તમ એવા જ્ઞાન ધ્યાન-તપ અને સંયમનો માર્ગ બતાવનાર અધ્યાત્મશાસ્ત્રો પણ સુપાત્રતા વિના ખરેખર ઉપકારી થઈ શકતાં નથી. તે સન્શાસ્ત્રોથી લાભાન્વિત થવું હોય તો સાધકના જીવનમાં શાંતપણું, વૈરાગ્ય, મુમુક્ષુતા, તિતિક્ષા, મધ્યસ્થતા, સત્યનિષ્ઠા, સરળતા આદિ ગુણો જોઈશે.
વર્તમાનમાં અમુક મનુષ્યો શાસ્ત્રપાઠી તો થયેલા જોવામાં આવે છે, પરંતુ યથાયોગ્ય પાત્રતા અને ગુરુગમ (સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય વિશિષ્ટ જ્ઞાનદૃષ્ટિ) વિના તેમના પોપટિયા જ્ઞાનનો તેમના જીવન સાથે જાણે કાંઈ જ તાલમેલ (સંબંધ) હોતો નથી અને તેથી તેમનું તે જ્ઞાન (!) તેમને પરમાર્થ માર્ગથી ખૂબ ખૂબ દૂર જ રાખે છે. આથી જ મહાજ્ઞાનીઓએ કહ્યું છે : "
આત્માદિ અસ્તિત્વનાં જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્દગુરુ યોગ નહિ ત્યાં આધાર સુપાત્ર. જિન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિ મતિમાન,
અવલંબન શ્રી સદ્ગુરુ સુખદ અને સુખખાણ. ઉપર કહેલા આ શુષ્કજ્ઞાની થઈ જવાના મહાન દોષથી બચવા માટે સત્સંગ અને અંતર-નિરીક્ષણ ઉપરાંત વિશાળ દૃષ્ટિથી શાસ્ત્રાવલોકન કરવામાં આવે તો પણ તે મહાન ઉપકારી થશે. પ્રાથમિક ભૂમિકામાં રહેલા સાધકે સંસારનું અસારપણું જેમાં વર્ણવ્યું હોય તેવા પૂર્વે થયેલા તીર્થંકર-આચાર્ય મુનીશ્વર-સંતોના પવિત્ર જીવનપ્રસંગોનું વર્ણન જેમાં કર્યું હોય તેવા તથા જેમાં કમસિદ્ધાંતાદિનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું હોય અને આચાર સંબંધી સ્પષ્ટ વિવરણ કર્યું હોય તેવાં શાસ્ત્રો પણ વાંચવાં યોગ્ય છે. એકલા આધ્યાત્મિક ગ્રંથોના વાચનથી સાચી મુમુક્ષતા વિકાસ પામી શકતી નથી. જીવનમાં શુષ્કતા આવી જાય છે, અતિ વાચાળપણું અને ઉન્મત્તતા તથા અહંકારાદિ મહાદોષો ઉત્પન્ન થયા છે અને જીવનપ્રસંગોમાં પ્રત્યક્ષપણે છીછરાપણું દૃષ્ટિગોચર થાય છે, કારણ કે તેવાં મહાન ગંભીર શાસ્ત્રોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org