________________
૧૧૨
સાધક-સાથી
તેમનો મૈત્રીભાવ તો અત્યંત ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યો હોય છે. પોતાના દેશના કે આખા વિશ્વના સમસ્ત મનુષ્યઆત્માઓ સુધી જ નહિ પણ બીજાં સર્વ પશુઓ તેમ જ અતિસૂક્ષ્મ એવાં જંતુઓ સુધી પણ તેમનો મૈત્રીભાવ ફેલાયેલો છે, જેના પરિણામે પોતાની જીવનચર્યામાં કોઈ પણ જીવને લેશ પણ હાનિ, દુઃખ, અપમાન, ઘાત કે અન્ય પ્રકારે બાધા ન પહોંચે તેની તેઓ કાળજી લે છે. આવી પરમ માહામ્યવાળી મહાપુરુષોની જીવનચર્યાને ખરેખર સમજવા માટે સૂક્ષ્મ વિવેકદૃષ્ટિ અને સત્સમાગમ આવશ્યક છે, જેના વિના તે ઉત્તમ ભાવો સમજાવા પરમ દુર્લભ છે.
જેના જીવનમાં આવો મૈત્રીભાવ પરાકાષ્ઠાએ પહોંચે છે તેના વ્યક્તિત્વની આસપાસ નિર્વેર-શાંતભાવનું એક વિશિષ્ટ વાતાવરણ ઉત્પન્ન થાય છે. આ જ કારણથી આ દેશના ઋષિમુનિઓ અને નિગ્રંથ આચાર્યો વન-ઉપવનમાં વસતા હોવા છતાં, હિંસક પશુઓની વચમાં રહેતા હોવા. છતાં પણ નિર્ભયપણે અને સ્વસ્થતાથી વિહાર કરતા; કારણ કે તે મહાપુરુષોના પરમ મૈત્રી ભાવની અસરથી હિંસક પશુઓ પણ પોતાનું જન્મજાત વેર છોડી દેતાં અને સંપ-શાંતિથી રહેતાં. *
આવા ઉત્તમોત્તમ પુરુષોમાંથી પ્રેરણા લઈ કુટુંબમાં, જ્ઞાતિમાં, સંપ્રદાયમાં કે સમસ્ત સમાજમાં વર્તતી આપણી સંકુચિત મનોદશાને હવે તિલાંજલિ આપીશું ? સૌ મનુષ્યો અને સાધર્મીઓને સાચા પ્રેમથી સ્વાત્મતુલ્ય માની વાત્સલ્યભાવને પ્રગટ કરીશું ? જો આમ થાય તો જ આપણા જીવનમાં સાથી આધ્યાત્મિકતાની ભૂમિકા બંધાઈ શકે.
મૈત્રીભાવનો મહિમા (૧) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. (૨) ૨ આત્મ તારો, આત્મ તારો, શીઘ તેને ઓળખો,
સર્વાત્મમાં સમદૃષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો. (૩) સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહિ,
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. * આ વાત ઉપલક દૃષ્ટિએ કે કોરી તકકસોટીથી વિચારતાં અસંભવ લાગે છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં અને પરમ સમાધિસ્થ સંતોનાં જીવન જોતાં સત્યાર્થ પુરવાર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org