________________
૧૧૮
સાધક-સાથી
ગયો હતો તેટલું મીઠું વેચ્યું નહિ અને તેને જેટલો નફો થયો તે તેના નામે જમા કર્યો. તે માણસ ઘણા સમય બાદ તેમને મળ્યો ત્યારે કૃષ્ણપાન્તીએ તેના જમા થયેલા પૈસા તેને આપી દીધા !
ઉપરના જેવો જ બીજો એક ચોખાનો સોદો તેમને એક અંગ્રેજ વેપારી સાથે થયો હતો. સોદો માત્ર મૌખિક હતો અને કેટલો માલ લેવાનો તે વેપારીએ નક્કી કર્યું નહોતું. થોડા વખતમાં ચોખાના ભાવ ત્રણગણા વધી ગયા. કૃષ્ણપાન્તીએ તે અંગ્રેજ વેપારીને બોલાવીને પોતાના ગોદામમાંથી ચોખા કાઢી આપ્યા. જ્યારે ચોખાના થોડા કોથળા વેપારી માટે સ્ટીમરમાં ચડ્યા ત્યારે પેલા અંગ્રેજ વેપારીએ પોતે જ કહ્યું : 'બસ ભાઈ ! આટલો માલ મારા માટે બસ છે. તમારા જેવા ધર્માત્માની સત્યનિષ્ઠાનો વધારે લાભ લેવા જઈશ તો મારી સ્ટીમર જ ડૂબી જશે.”
આમ, શ્રી કૃષ્ણપાન્તીએ પોતાની સત્યનિષ્ઠા અને વચનપાલન માટે પોતાના જીવનને સમર્પિત કર્યું હતું.
[૨] ઓગણીસમી સદીનો જમાનો.
તે વખતે કલકત્તા વિશ્વવિદ્યાલયની આખા ભારતમાં બોલબાલા હતી. જુદા જુદા પ્રાંતોમાંથી લોકો ત્યાં શિક્ષણ લેવા આવતા.
વિશ્વવિદ્યાલયનો નિયમ હતો કે શિક્ષણ લેવા દાખલ થનારની ઉંમર ઓછામાં ઓછી સોળ વર્ષની હોવી જોઈએ.
એક વિદ્યાર્થીની ઉંમર ચૌદ વર્ષની હતી, પરંતુ તેણે તો બધા વિદ્યાર્થીઓ ની માફક પોતાની ઉમર સોળ વર્ષ લખી નાખી. એક વર્ષ પછી કૉલેજની પ્રથમ વર્ષની પરીક્ષામાં પાસ થયા પછી તેનું લક્ષ પોતાની ભૂલ ઉપર ગયું. આ અસત્ય બોલવાનો તેને બહુ અફસોસ થયો તેથી તે કોલેજના પ્રિન્સિપાલ પાસે ગયો અને પોતાની ભૂલની કબૂલાત કરી, પરંતુ વીતી ગયેલી આ બાબતમાં હવે સુધારો ન થઈ શકે એમ પ્રિન્સિપાલે જણાવ્યું. હવે, તે વિદ્યાર્થી વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રાર પાસે ગયો. ત્યાં પણ તેને પ્રિન્સિપાલ જેવો જ જવાબ મળ્યો.
કોઈ રીતે પોતાની ભૂલ સુધારી શકતી નથી તો હવે શું કરવું ? આમ ચિંતન કરતાં તે વિદ્યાર્થીએ પોતે બોલેલા અસત્યના પ્રાયશ્ચિત્તરૂપે બે વર્ષ સુધી પોતાનું વિશ્વવિદ્યાલયનું ભણતર બંધ રાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org