________________
૧૩૨
સાધક-સાથી
નિર્વિકાર મુદ્રામાં વારંવાર જોડવી. જે પ્રમાણે સરુની મૂર્તિનું ધ્યાન કર્યું તેમ પરમાત્માની પણ શાંત-સૌમ્ય-સ્વરૂપલીન મૂર્તિનું હૃદયમાં સ્થાપન કરી તેમાં ચિત્તવૃત્તિ લીન કરવી. દીપકની જ્યોતના આકારરૂપે ચૈતન્યપ્રકાશથી ભરપૂર એવી આત્મજ્યોતના ધ્યાનનો અભ્યાસ આગળ વધેલા સાધકો કરી શકે છે અને જાણે તે જ્યોતિનો પ્રકાશ આખાય આત્મામાં વ્યાપી જતો હોય તેવી ભાવના કરવાથી ઘણી વાર આત્માના સાત્ત્વિક આનંદની મોજ અનુભવી શકાય છે. | વિવિધ મંત્રોના અક્ષરોનું ધ્યાન, નાદ-આલંબન-ધ્યાન, શ્વાસોચ્છવાસઆલંબન-ધ્યાન વગેરે ધ્યાનના અન્ય પ્રકાર પણ પોતાની શક્તિ, સંજોગ અને ગુરુ પાસેથી મળેલી કેળવણી પ્રમાણે અભ્યાસી શકાય છે.
ક્યા પ્રકારનું ધ્યાન કરીએ છીએ તે અગત્યનું નથી, પણ ધ્યાન કરતી વખતે ચિત્તથી કેટલી શુદ્ધિ અને કેટલી એકાગ્રતા પ્રાપ્ત કરીએ છીએ તે વધારે અગત્યનું છે. ધ્યાનાભ્યાસ દીર્ઘકાલીન છે. ધીરજથી, ખંતથી, વૈરાગ્યથી, તત્ત્વાભ્યાસથી અને સરના માર્ગદર્શન પ્રમાણે શિસ્તબદ્ધ અભ્યાસ કરવાથી અચૂકપણે આત્માના આનંદની લહેરોનો અનુભવ સ્વશક્તિપ્રમાણ આજના જમાનામાં પણ થઈ શકે છે એ વાત નિર્વિવાદ છે, અનુભવમાં આવી શકે છે.
ધ્યાનનું ફળ ધ્યાન એ સર્વોત્તમ તપ છે, તેનું તત્કાળ ફળ ચિત્તપ્રસન્નતા આત્મશાંતિ અને અનુભવરસનો આસ્વાદ આવવો તે છે. સાચા ધ્યાનથી વિકારોનું જોર નાશ પામે છે, કર્મબંધ તૂટે છે અને વધતા ઉલ્લાસથી સાધનામાં આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. સર્વ આત્મસાધનાનું ફળ સમાધિ છે અને સમાધિની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે. માટે દરેક સાધકે નિયમથી થોડોક પણ ધ્યાનનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. સત્સંગ, સલ્લાસ્ત્ર અને સદાચાર એ ત્રણેનું યથાયોગ્ય અવલંબન લેવાથી ધ્યાનમાં સિદ્ધિની પ્રાપ્તિ જલદીથી અને સહેલાઈથી થાય છે એ વાત અનુભવસિદ્ધ છે.
ધ્યાનનો મહિમા (૧) આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને,
ત્યાગી શકે છે જીવ તેથી ધ્યાન તે સર્વસ્વ છે. (૨) કર્મ ચિત્તની શુદ્ધિ માટે છે. તત્ત્વપ્રાપ્તિ માટે નથી. તત્ત્વસિદ્ધિ તો વિચારથી થાય છે, કરોડો કર્મો કરવાથી પણ થતી નથી. તેથી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org