________________
૧૫૦
સાધક-સાથી
જાળવવામાં સરળતા પડશે. બહુ સ્વાદિષ્ટ અને પોતાને ભાવતો ખોરાક હોય તો ઘણુંખરું મિતાહારીપણું જાળવવું મુશ્કેલ પડે છે અને દબાવીને જમવાનું બની જાય છે. - દાળ, ભાત, રોટલી, શાક, ખીચડી, દૂધ-દહીં-છાશ, મગ-મઠ વગેરે કઠોળ, કાંજી, ઉપમા, લીલાં શાકભાજી, ફળ વગેરે ભોજનની એવી વાનગીઓ છે કે જે સ્વાથ્યદાયક હોવાથી પૌષ્ટિક છે, સાદી હોવાથી રસના ઈન્દ્રિયને ઉત્તેજિત કરતી નથી અને પચવામાં હલકી હોવાથી બે કલાકમાં હજમ થઈ જવાથી પેટ ભારે રહેતું નથી અને તેથી આળસ ઉત્પન્ન થતી નથી. આવા અનેક ફાયદા હોવાથી આવી વાનગીઓવાળો આહાર લેનારને મિતાહારીપણું સહેલાઈથી જળવાય છે.
આહારની અતિમાત્રાથી (આહાર વધારે લેવાથી) સામાન્ય તંદુરસ્તી પણ બગડે છે અને બ્રહ્મચર્યાદિના પાલનમાં મુશ્કેલી નડવી સંભવે છે. માટે જેને ગરિષ્ટ-આહાર કહેવામાં આવે છે તેવો ભારે આહાર ન લેવો તે બ્રહ્મચર્યની સાધનામાં ઉપકારી છે. જે આહારથી રાજસિક અને તામસિક વૃત્તિઓ ઉત્તેજિત થાય તેવો બિન-શાકાહારી (Non-Vegetarian) આહાર તથા ડુંગળી, લસણ, અજાણ્યાં ફળ વગેરે સાધકે સંપૂર્ણપણે તજી દેવાં જરૂરી
મિતાહારનો મહિમા (૧) આહાર-વિહારમાં નિયમિત પુરુષને મનોજ કરવામાં સરળતા પડે છે.
(૨) જે મિતાહારી છે તેને યોગની સાધનાથી સર્વ દુઃખોનો નાશ થાય
(૩) ઉણદરી તપ, સ્વાધ્યાય-ધ્યાન-મંત્રજાપ આદિમાં મહાન ઉપકારી છે.
(૪) આહાર, આસન અને નિદ્રાનો જય કરી, શ્રી સદ્ગુરુથી આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી તે શુદ્ધ આત્માનું ધ્યાન કરો.
(૫) ખાવા માટે જીવવાનું નથી, જીવવા માટે ખાવાનું છે.
(૬) જેટલું નુકસાન તંદુરસ્તીને ભૂખ્યા રહેવાથી થાય છે તેથી ઘણું વધારે નુકસાન અતિ આહારથી થાય છે.
(૭) અકરાંતિયા થઈને વારંવાર ખાધા જ કરવું તે ભૂંડ આદિની જેમ પશુવૃત્તિ સૂચવે છે. જે મનુષ્ય વિવેકી છે, મિતાહારી છે અને સાધનાની For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International