________________
મિતાહાર
દૃષ્ટિવાળો છે તે આવી નીચ પશુવૃત્તિને કેવી રીતે સેવે ? મિતાહારનાં જીવંત દૃષ્ટાંતો [૧]
ભારતના વાઇસરૉય તરીકે લૉર્ડ કર્ઝન હતા તે સમયની આ વાત છે. તે વખતે કલકત્તા હાઈકોર્ટના જજ તરીકે સર ગુરુદાસ બેનરજી હતા. એક વખત તેઓ ‘કલકત્તા વિશ્વવિદ્યાલય કમિશન'ના સભ્ય તરીકે સિમલામાં ભરાયેલી મિટિંગમાં હાજરી આપી વાઇસરૉયની સ્પેશ્યલ રેલગાડીમાં પાછા ફરી રહ્યા હતા. ગાડી જ્યારે કાનપુર પહોંચી ત્યારે વાઇસરૉયે તેમને પોતાના ડબ્બામાં બોલાવી લીધા હતા. વિવિધ વિષયોની ચર્ચામાં કાનપુર આવી ગયું અને ખાણાનો સમય થઈ ગયો તેથી કર્ઝન સાહેબે ગુરુદાસજીને ખાણા માટે તૈયાર થઈ જવા કહ્યું. તેઓએ તરત કહ્યું : હું સામાન્ય રીતે રેલગાડીમાં કાંઈ ખાવાનું લેતો નથી, માત્ર પાણી જ લઉં છું.' વાઈસરૉયે ઘણું કહ્યું પણ ગુરુદાસજી ન જ માન્યા. આખરે સત્યાગ્રહ કરીને વાઈસરૉયે કહ્યું કે આગળ પ્રયાગ સ્ટેશને ગાડી ઊભી રહેશે. ત્યાં આપ નિત્યકર્મથી પરવારી તમારી ઇચ્છા મુજબનું ભોજન કરશો ત્યારે પછી જ ગાડી ઊપડશે.
૧૫૧
-
અને થયું પણ તેમ જ. ગુરુદાસજી અને તેમના પુત્રે દાળ-ભાત બનાવ્યાં અને પોતાનું ભોજન લીધું, ત્યાર પછી જ રેલગાડી કલકત્તા જવા રવાના થઈ.
ખાવાપીવાની બાબતમાં આજકાલ આપણા સમાજમાં અનેક પ્રકારના શિથિલાચાર પ્રવર્તે છે. જ્યાં અનિવાર્ય હોય ત્યાં અપવાદ રાખીને બાકીના સમયે મિતાહાર અને શુદ્ધાહારને અપનાવીએ તો આપણી સાધનાને – અને ખાસ કરીને ચિંતનરૂપ સાધનાને પુષ્કળ વેગ મળશે એ અનુભવી જ્ઞાનીઓનું વચન છે.
*
*
[૨]
ઈરાનના બાદશાહ બહમન રોજે એક દિવસ હકીમને પૂછ્યું કે : દરરોજ કેટલું ભોજન કરવું જોઈએ ?' હકીમે ઉત્તર આપ્યો : છવ્વીસ તોલા.’ બાદશાહ કહે “આટલાથી શું થાય ?” ત્યારે ઉત્તર મળ્યો કે : “આટલા આહારથી તમે જીવતા રહી શકો તેમ છો. આ ઉપરાંત તમે જેટલું ખાઓ છો, તેટલો નકામો ભાર પોતાના શરીર પર વધારી રહ્યા છો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org