________________
સમૂહકલ્યાણની ભાવના
ઉપર ખરેખર હોય તેની વચમાં કસોટી થાય તો પણ આખરે, તે શુદ્ધ સુવર્ણની જેમ નિર્દોષ અને વિજયી પુરવાર થાય છે.
(૩) માત્ર તે સમાજ ખરેખર સુખી થઈ શકે છે જેણે નૈતિકતાના ગુણોને પોતાના જીવનકાર્યમાં વણી લીધા છે.
સમૂકલ્યાણની ભાવનાનાં જીવંત દૃષ્ટાંતો [૧]
૧૫૫
લગભગ ઇ.સ. ૧૯૩૫ની સાલ. લોકસેવક શ્રી રવિશંકર મહારાજે મહેસાણા જિલ્લાના સુણસર ગામમાં પ્રવેશ કર્યો. ગામમાં મુખ્ય ઠાકોરોની વસ્તી ચોરી-લૂંટફાટ અને ધાડ પાડવાનો ધંધો કરી આ લોકો જીવન ગુજારે.
મહારાજે આ ગામને સુધારવા ત્યાં જ અડ્ડો જમાવ્યો. ગામના ચોરે બેસી લોકો વાતો સાંભળે, એમ થોડા દિવસમાં લોકો સાથે આત્મીયતા કેળવી. ‘મહારાજ, તમે અમને કિયે ધંધે વળગાડો છો ?” “મહેનત-મજૂરીના.’ મહારાજે જ્વાબ આપ્યો. અહીં અમને મહેનત-મજૂરી ક્યાંથી મળવાની ?' લોકોએ પૂછ્યું. મહારાજ કહે : ‘ગામનું આ તળાવ છે તેને ઊંડું કરવાનું છે, દહાડિયું સરકાર તરફથી અપાશે. તળાવની આજુબાજુની જમીન સાફ કરીશું તો શાકભાજીની વાડીઓ બનશે. જરૂરી ઓજાર, બળદ અને ખાતર હું લાવી આપીશ. આ ધૂળમાં આળોટતા છોકરાઓને માટે નાની નિશાળ બનાવું છું, તેમને લખતાં-વાંચતાં શિખવાડો.'
આમ ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવતી ગઈ. સહુ કોઈએ અફીણદારૂ-ચોરીના ધંધા છોડી દીધા અને ગામ પાટે ચઢ્યું. ત્યાંનો ‘સોનિયા’ નામનો બહારવટિયો મચક નહોતો આપતો. તેને પકડવા ગાયકવાડ સરકારે મોટું ઇનામ કાઢેલું. મહારાજને બાતમી મળી કે ગામબહાર વહેતી પુષ્પાવતી નદીનાં કોતરોમાં તે સોનિયો છુપાયો છે એટલે સવારના ૪-૦૦ વાગ્યે તે તો એકલા ઊપડ્યા.
અજવાળી રાતે કોઈ માણસને દૂરથી આવતો જોઈ તેણે પોતાના સાથી રઘાને કહ્યું : “અલ્યા પાછો કોણ આ મરવા માટે આમ હીંડ્યો આવે છે ?’ બાપુ ! ઈ તો પેલા ગાંધીજીવાળા મા’રાજ આવતા લાગે છે.' રઘો બોલ્યો. ‘તે શું મારી ભાળ સરકારમાં આપી ઇને ઇનામ મેળવવું છે ? આવવા દો એટલે ભોંયભેગો કરી દઉં.’ સોનિયો બોલ્યો.
મહારાજનો રસ્તો રોકી સૌ બહારવટિયા સાબદા થઈ ગયા. મહારાજ કહે : “ભાઈ સોનાજી ! આ નાની નાની ધાડ પાડ્યા કરતાં કોઈ મોટાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org