________________
૧૫૪
સાધક-સાથી
છે અને વ્યક્તિગત (એકાંત) સાધનાની મુખ્યતા હોય ત્યાં ત્યાગી જીવન (સાધુજીવન)ની મુખ્યતા હોય છે. જો કે એમ પણ બને છે કે કેટલાક ગૃહસ્થ-સાધકો સારી એકાંત-સાધના કરે છે અને કોઈક આચાર્યના સાન્નિધ્યમાં ઘણા ત્યાગી સાધકો સામૂહિક સાધનામાં આગળ વધે છે તો પણ અધ્યાત્મજીવનની ચરમ સીમા સમાન મૌન, એકાંતવાસ અને ધ્યાનની ઉચ્ચ ભૂમિકાઓ માટે ત્યાગી જીવન ઘણું જ વધારે ઉપકારી બની શકે છે, એ હકીકત બધા મહાપુરુષોએ સ્વીકારી છે.
સમૂહસાધનામાં પ્રવચન-સત્સંગ-કીર્તન-ધૂન-ભજન શાસ્ત્રોનું પારાયણ-પ્રાર્થના તીર્થયાત્રા અને સામૂહિક વ્રત-ઉપવાસ વગેરેની મુખ્યતા છે. ઉત્તમ સંતોનાં પ્રવચન-સત્સંગમાં હજારો મનુષ્યો એકસાથે ભાવવિભોર થઈ પરમાત્માના ગુણાનુવાદમાં તલ્લીન થઈ હર્ષાશ્ર. રોમાંચ, કંઠાવરોધ, સ્તબ્ધતા આદિનો અનુભવ કરી પોતાની સાત્ત્વિકતામાં વધારો કરે છે. સુંદર ભાવવાહી ધૂન-ભજન કે પ્રાર્થનામાં એકાગ્રતાની પ્રાપ્તિ સહેલાઈથી થાય છે. વ્રત-ઉપવાસ વગેરેના સામૂહિક ગ્રહણમાં અન્ય ઊંચી કક્ષાના સાધકોને જોઈને આપણને ખૂબ પ્રેરણાબળની પ્રાપ્તિ થાય છે તથા ધર્મ-આરાધનામાં ઉલ્લાસ અને ઉમંગ વધી જાય છે. અને આમ ગુણપ્રમોદ, વાત્સલ્ય. ગુણગ્રહણ, વિનય, સુકૃત અનુમોદના* આદિ અનેક ગુણોનો આપણામાં વિકાસ થાય છે. આમ તાત્ત્વિક સમૂહસાધનાને સેવી છે તેવો સાધક અધ્યાત્મમાર્ગમાં આગળ વધીને એવી ઉત્તમ પાત્રતા પ્રાપ્ત કરી લે છે, જેના વડે આગળની ભૂમિકામાં વ્યક્તિગત સ્તરે તે સુંદર રીતે સાધના કરી શકે છે. આવી વ્યક્તિગત સાધનામાં મુખ્ય અંગો મૌન, ધ્યાન, લેખિત જાપ, પ્રભુસ્મરણ, સંતસેવા, રસાસ્વાદત્યાગ, કેશલોચ ઇત્યાદિ છે.
આ પ્રમાણે સામૂહિક કલ્યાણમાં વ્યક્તિગત વિકાસ સમાયેલો છે અને વ્યક્તિગત વિકાસ થાય તો તો સ્વયં સામૂહિક કલ્યાણ થાય જ, કારણ કે વ્યક્તિ વડે જ સમષ્ટિની નિષ્પત્તિ છે.
સમૂહકલ્યાણનો મહિમા (૧) નિઃસ્વાર્થતા એ ધર્મની મુખ્ય કસોટી છે. જે જેટલો નિઃસ્વાર્થી છે તે તેટલો સાચો આધ્યાત્મિક છે અને તે કલ્યાણની વધારે નજીક છે.
(૨) જે કોઈ વ્યક્તિ લોકોપકાર, સચ્ચાઈ અને પ્રામાણિકતાના માર્ગ * સારા કાર્યની અનુમોદના કરવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org