________________
વૈરાગ્ય
આગળ ઉપર આ શિક્ષકે નિઃસ્વાર્થ સમાજસેવા દ્વારા ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી અને લીંબડી રાજ્યના એડમિનિસ્ટ્રેટર તરીકેની પદવી પ્રાપ્ત કરી અનેક લોકોનાં દુઃખો દૂર કર્યાં.
ધર્મરક્ષા માટે શરીરને અને નોકરીને પણ ગૌણ ગણનાર આ મહાનુભાવનું નામ હતું કરસનદાસ મૂળજીભાઈ.
૧૭૫
[૨]
મધ્યયુગના મહાન સંત તરીકે અને સુપ્રસિદ્ધ ‘રામચરિતમાનસ’ (તુલસીકૃત હિંદી રામાયણ)ના કર્તા તરીકે મહાત્મા તુલસીદાસજી સમસ્ત ભારતમાં જાણીતા છે.
તેઓને યુવાવસ્થામાં પોતાની પત્ની પ્રત્યે અત્યંત મોહ હતો. એક વખત તે કોઈ કારણસર પોતાના પિયર ગઈ હતી. તુલસીદાસ અત્યંત મોહાધીન દશામાં તેને મળવા ગયા અને રાત્રે પોતાના સાસરે પહોંચ્યા. જ્યારે તેમનાં પત્નીએ જોયું કે આવનાર માણસ તો તુલસીદાસજી (પોતાના પતિ જ) છે ત્યારે તેને ખૂબ ક્ષોભ થયો અને તે આવેશમાં જ તેણીએ નીચેનું પ્રસિદ્ધ પદ તેમને ઠપકારૂપે કહ્યું :
અસ્થિ ચરમમય દેહ મમ, તામેં ઐસી પ્રીત,
હોતી જો શ્રીરામમેં, તો નહિ હોત ભવભીત.
અર્થાત્ હાડકાં અને ચામડીવાળા મારા આ શરીરમાં તમને જેવી પ્રીતિ છે તેવી જો ભગવાન રામમાં હોત તો તમને સંસારનો જરા પણ ભય રહેત
નહિ.
પૂર્વભવના સંસ્કારી -આ મહાન યુવક પર જાણે વજ્રપાત થયો. તેના સુસંસ્કારો જાગી ગયા અને આ વચનો તેના હૃદયની આરપાર નીકળી ગયાં. ક્ષણભરમાં જ તેણે અતિ દુષ્કર એવું વિરાગી જીવન જીવવાનો નિર્ણય લઈ લીધો અને સતત અભ્યાસ, જ્ઞાન-આરાધના, સંયમમય જીવન અને ધ્યેયનિષ્ઠાની કઠોર સાધનાથી આ કામાંધ યુવક એક મહાન સાહિત્યકાર અને અમર રામભક્ત બની ગયો.
વૈરાગ્યનો કેવો મહિમા !
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org