________________
૨૯
જેટલી ભૂખ લાગી હોય તેટલો જ માત્ર આહાર ગ્રહણ કરવો અથવા તેથી કાંઈક ઓછો આહાર ગ્રહણ કરવો તેને સામાન્ય રીતે મિતાહાર કહેવામાં આવે છે. અત્રે વ્યાવહારિક વ્યાખ્યાના સંદર્ભમાં સામાન્યપણે એમ જાણવું કે જે ભોજન લીધા પછી સ્વસ્થ રીતે શારીરિક કે માનસિક કાર્ય કરવામાં ખાસ અડચણ નડે નહિ તે ભોજનને આપણે મિતાહાર ગણીએ.
મિતાહાર
મિતાહારના આધ્યાત્મિક જીવન સાથેના ગાઢ સંબંધને સર્વ દર્શનકારોએ અને સંત મહાત્માઓએ સર્વસંમતિથી સ્વીકાર્યો છે. વર્તમાન શરીરવિજ્ઞાને પણ મગજના જ્ઞાનતંતુઓ અને હોજરીનો ગાઢ સંબંધ દર્શાવ્યો છે (Through Vagus Nerve). જેઓને અઘરા અને અગત્યના નિર્ણય લેવાના હોય, બપોરના સમયે જરા પણ આરામ લેવાનો ન હોય, સૂક્ષ્મ યંત્રોની કાર્યદક્ષતા કે સમગ્ર ખાતાની જવાબદારી અદા કરવાની હોય તેવા બૅન્ક કે કંપનીઓના ડિરેકટરો કે વ્યવસ્થાપકો, મોટા ડૉક્ટરો કે સર્જનો વગેરે પણ બપોરના અલ્પાહારથી ચલાવી લે છે; કારણ કે પેટ ભરીને ભોજન કર્યા પછી કાર્યક્ષમતામાં ઘણી ન્યૂનતા આવે છે એવો તેમનો અનુભવ હોય છે. આમ, અનેક અનુભવોથી સામાન્ય શરીરની સ્ફૂર્તિ, હોજરીની સ્થિતિ અને વિચાર-મનન-ધ્યાન કરવાની પ્રક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલી પુરવાર થઈ છે.
સાદો, સાત્ત્વિક, મરી-મસાલા-તેલ વગેરે જેમાં ઓછાં હોય તેવો અને સહેલાઈથી પચે તેવો આહાર સાધકને માટે યોગ્ય છે. બહુ ઘીવાળી, પચવામાં ભારે હોય તેવી તથા મીઠાઈ વગેરે વાનગીઓ ભોજનમાં લેવાથી પચવામાં ઘણો સમય લાગે છે. તેવી વાનગીઓ લાંબા સમય સુધી હોજરી તથા નાના આંતરડામાં રહે છે અને તે કારણથી પેટ પણ ઘણા કલાકો સુધી ભારે રહે છે. આમ, ભારે આહાર લીધા પછી સ્વાધ્યાય-ધ્યાનથી પ્રવૃત્તિ એકાગ્રતાથી કે સફળતાપૂર્વક થઈ શકતી નથી.
સામાન્ય સાધકને માટે
Jain Education International
ખોરાક જેટલો સાદો હશે તેટલું મિતાહારીપણું
For Private & Personal Use Only
www.jainelibrary.org