________________
સંસાર - પરિભ્રમણ
૧૪૭
દુઃખરૂપ સંસારપરિભ્રમણ (૧) જન્મવું તે દુઃખરૂપ છે, ઘડપણ તે દુઃખરૂપ છે, પુનઃ પુનઃ ભવાટવીમાં ભટકવું તે દુઃખરૂપ છે, સંસારરૂપ અનંત સાગર દુસ્તર અને દુઃખરૂપ છે, તેથી હે બુદ્ધિમાન પુરુષો ! જાગો ! જાગો !!
(૨) આ વીતરાગનો કહેલો ધમ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો, એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો ! અને જન્મ-મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !
હે જીવ, આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા; નહિ તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
(૩) જગતમાં નિરાગીત્વ, વિનયતા અને પુરુષની આજ્ઞા એ નહિ મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો, પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણો પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ !
(૪) ભયંકર નરકગતિમાં, પશુગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ ! તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જિનભાવના (પરમ શાંતસ્વરૂપ ચિંતવના) ભાવ ચિંતવ. (કે જેથી તેવાં અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય).
સંસારપરિભ્રમણનું જીવંત દૃષ્ટાંત
પંદરમી સદીમાં થયેલા શ્રી ચૈતન્ય મહાપ્રભુના પ્રસિદ્ધ શિષ્ય કવિશ્રી રૂપગોસ્વામીના પૂર્વજીવનનો આ પ્રસંગ છે :
તેઓ બંગાળમાં ગૌડ રાજ્યના સુલતાન અલાઉદ્દીન શાહના વજીર તરીકે કામ કરતા હતા. સુલતાન તેમના કામથી ખૂબ સંતુષ્ટ હતો અને રૂપગોસ્વામી પણ વફાદારીથી તેમની સેવા કરતા હતા. એક વાર એવું બન્યું કે નવાબના હુકમ મુજબ સવારમાં તેઓ તેમના દરબારમાં જઈ રહ્યા હતા. ચોમાસાનો સમય હતો અને ધોધમાર વરસાદ વરસતો હતો. કોઈ એક ભિખારીની પત્ની તેના પતિને ભિક્ષા માગવા સારુ બહાર જવાને કહી રહી હતી ત્યારે ભિક્ષુકે જવાબ આપ્યો : “આ સમયે તો કોઈ ગુલામ કે પારકાની નોકરી કરનાર હોય તે જ બહાર નીકળે. કૂતરા અને શિયાળ જેવાં પણ અત્યારે તો બહાર ન નીકળે તો હું શા માટે બહાર જાઉં ?” આ શબ્દો રૂપગોસ્વામીના કાને પડ્યા અને જરાક ઊંડો વિચાર કરતાં તેમના આત્મામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org