________________
સંસાર – પરિભ્રમણ
૧૪૫
જોઈ શકાય છે. પશુપતિમાં મુખ્યપણે બંધન છે, પરાધીનતા છે. આહાર-પાણી પોતાનો માલિક આપે તો જ અને તેટલાં જ મળે છે. જેટલા પ્રમાણમાં જેવો આહાર જે સમયે મળે તેટલા પ્રમાણમાં તેવો આહાર તે સમયે ગ્રહણ કરવો પડે છે. કાંઈ પણ પોતાની ઈચ્છા મુજબનું મળી શકતું નથી. અપવાદરૂપે કોઈ મોટા રાજા કે શેઠિયાને ત્યાં પાળેલા કૂતરા કે ઘોડાને ખાવાપીવા બાબતની સગવડ હોય છે તથાપિ ત્યાં પણ પરાધીનતાનું દુઃખ તો રહે જ છે. ઘોડા, ગધેડાં, બળદ, ઊંટ, ખચ્ચર આદિમાં ભાર વહન કરવો પડે છે. થાક લાગે તો પણ સખત કામ કરવું પડે છે. નાક, મોટું, પગ આદિમાં છેદન-ભેદન સહન કરવું પડે છે અને લાકડી, પરોણી કે ચાબુકના માર સહન કરવા પડે છે.
અન્ય સ્વૈરવિહારી પશુ-પંખીઓને પણ દુઃખ છે. હરણ, સસલાં, સાબર, શિયાળ વગેરેને નિરંતર સિંહ-વાઘ-ચિત્તા આદિ ક્રૂર પશુઓ તરફથી વધનો ભય હોય છે. નાનાં પંખી કે માછલી વગેરેને મોટાં પંખીઓ કે મગરમચ્છ તથા અન્ય શિકારીઓ વગેરેથી નિરંતર ભય રહે છે.
ઠંડી, ગરમી, રોગ વગેરેથી તો સમસ્ત પશુઓને નિરંતર અરક્ષાભય હોય છે. જો કે વર્તમાનમાં પશુચિકિત્સકો કંઈક અંશે તેમને મદદરૂપ થાય છે, પરંતુ ત્યાં પણ યથાયોગ્ય નિદાન અને ઈલાજ, અનેક કારણોને લઈને માત્ર અપવાદરૂપે જ બની શકે છે. મનુષ્યભવનાં દુઃખો
ગભવિસ્થામાં માતાના ઉદરમાં નવ માસ સુધી ઊંધે માથે લટકવું પડે છે અને મળ-મૂત્ર-લોહી વગેરેની મધ્યમાં રહેવું પડે છે. તે પ્રત્યક્ષપણે જ ખૂબ કષ્ટદાયક છે. બાળપણમાં માનવ પરતંત્ર છે. બોલી શકતો નથી, ચાલી શકતો નથી, ભૂખ-તરસનું નિવેદન માત્ર રડીને કરી શકે છે અને રોગાદિનું દુઃખ પરાધીનપણે સહન કરે છે ; કારણ કે તે કહી શકતો નથી. ખાવું-પીવુંનહાવું, વસ્ત્રાદિ વગેરેની પ્રાપ્તિ પણ પરાધીનપણે જ થાય છે.
યુવાનીમાં ઈન્દ્રિયાદિનું બળ વધે છે અને કાંઈક સ્વતંત્રતા છે તો પણ રોગાદિ ગમે ત્યારે હુમલો કરી શકે છે. પરિવાર માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે. નિરંતર ધનવૃદ્ધિ, કીર્તિલાભ આદિની ચિંતા કર્યા કરે છે. ઈચ્છા ઘણી મોટી હોય છે પણ પ્રાપ્તિ તેથી અલ્પભાગે જ હોવાથી નિરંતર અતૃપ્તિ અને ખેદખિન્નતા રહ્યા કરે છે. વૃદ્ધાવસ્થામાં આંખ, કાન, પગ આદિની શક્તિ જતી રહે છે. સર્વ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International