________________
૧૪૬
સાધક-સાથી
ગાત્રોની શિથિલતા સહિત કમર વળી જાય છે. ચામડીએ કરચલીઓ પડી જાય છે. આંખ-કાન-નાક-મોંમાંથી પાણી વહ્યા કરે છે. અતિવૃદ્ધાવસ્થામાં લગભગ સંપૂર્ણ પરતંત્રતા અને સ્મૃતિભ્રમ પણ ઘણી વાર દેખા દે છે.
આ ઉપરાંત ક્ષય, દમ, રક્તપિત્ત, લકવો, હૃદયરોગ, લોહીનું દબાણ, કૅન્સર, મધુપ્રમેહ (ડાયાબિટીસ), ભગંદર, હોજરીની ચાંદી વગેરે અનેક મોટા રોગોમાંથી કોઈ પણ રોગ ક્યારે લાગુ પડી જાય તે કહી શકાતું નથી.
જો કે પુણ્યના ઉદયથી કોઈક મનુષ્યો બહારથી સુખી દેખાય છે, પરંતુ તેની સંખ્યા અલ્ય છે અને તે સુખનું ખરું કારણ પણ પૂર્વભવમાં ધર્મની આરાધનાથી સંચિત થયેલું પુણ્યકર્મ જ છે. નરકગતિ અને દેવગતિનાં દુઃખો
આ બે ગતિઓનાં દુઃખ જો કે પ્રત્યક્ષપણે દેખી શકાતાં નથી, છતાં પણ પૂર્વે થયેલા મહાપુરુષોના જ્ઞાનના આધારે તેનું વર્ણન અત્રે વિચારીએ છીએ.
નરકગતિમાં નિરંતર છેદન-ભેદન-તાડન-ખંડન વગેરેનાં દુઃખો છે. ત્યાં પૂર્વભવના સ્મરણથી તથા અન્ય નીચ દેવાદિકોની પ્રેરણાથી તથા સ્વભાવ અતિ ઉગ્ર હોવાથી નરકના જીવો નિરંતર એકબીજા સાથે લડવામાં અનેક પ્રકારનાં દુઃખોનો અનુભવ કરે છે.
ભૂખ-તરસ, રોગ, શીત-ઉષ્ણ વગેરેથી પણ તેઓ નિરંતર દુઃખી છે. ત્યાં કોઈ પણ સહાય કરનારું કે શાંતિ આપનારું નથી. લાંબા આયુષ્યથી આવાં દુઃખો દીર્ઘકાળ સુધી નરકના જીવોને પરાધીનપણે ભોગવવાં પડે
છે.
દેવગતિમાં જો કે બાહ્ય સુખની સામગ્રી કાંઈક વિશેષ છે તો પણ લોભ, ઈષ અને રતિની અધિકતાથી નીચેના દેવો, ઉપરના દેવોની રિદ્ધિ-સિદ્ધિ જોઈને મનમાં બળે છે અને લોભાદિથી નિરંતર આકુળ-વ્યાકુળ રહે છે. ઉપરના દેવો કે જ્યાં આત્મજ્ઞાન સહિતપણું છે ત્યાં દુઃખનું વેદન ઓછું છે. કારણ કે ક્રોધાદિનું મંદપણું છે, સંતોષ છે અને વિષયલોલુપતાની ન્યૂનતા છે, છતાં ત્યાં પણ સ્વાભાવિક-આત્મિક સુખનો સભાવ મહદંશે નથી એટલે પરાધીનપણું તો છે જ.
આ પ્રમાણે ચાર ગતિનાં દુઃખોને જાણવાથી સંસારના સાચા સ્વરૂપનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. ભવભ્રમણનો તીવ્ર ભય લાગે છે, વૈરાગ્યભાવની વૃદ્ધિ થાય છે અને આવાં દુઃખોથી જલદીથી છૂટવાનો ઉપાય અવશ્ય કર્તવ્ય છે એમ નક્કી થતાં મુમુક્ષુદશા વર્ધમાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org