________________
જીવનની સાચી સફળતા
૧૪૧
ભક્તિની આરાધના માટે પરમાત્માની શ્રવણ, સ્મરણ કે પૂજન-કીર્તિનરૂપી ભક્તિનો પણ અધ કે એક કલાકનો નિયમ લેવો જરૂરી છે. આમ કરવાથી પરમાત્મા તથા સદ્ગરના ગુણોનું આપણા જીવનમાં માહાભ્ય ઊગી નીકળે છે અને સહેજે સહેજે વિનયની આરાધના બનતી જાય છે.
આ પ્રમાણે જ્યારે સાધક આગળ વધે છે ત્યારે સાધનાનાં વધારે ઊંચાં શિખરો સર કરવા માટે તેને મોટું પરાક્રમ કરવું પડે છે. ખાવાપીવાનું અને પહેરવા-ઓઢવાનું સાદું રાખવું, સ્વજન-મિત્રો વડે વેદિયા-ભગતડા કહેવાતા છતાં સમભાવ રાખવો, ઠંડી-ગરમી વેઠીને પણ લીધેલા ઉત્તમ નિયમને નિભાવવો, તીર્થયાત્રામાં કે દાનધર્મમાં ઉત્સાહપૂર્વક જોડાવું, સત્સમાગમમાં રુચિવાન થવું, સહનશીલતા કેળવવી અને ધનનો વિશેષ સાહસથી સત્કાર્યો માટે સદુપયોગ કરવો, એકાંત અધ્યયન કે ચિંતનમનનમાં ચિત્તને લગાડેલું રાખવું, નાટકસિનેમા, રાજકીય ચર્ચાઓ, ખાવાપીવાની વાતો વગેરેમાં રસ ન લેવો એ ઇત્યાદિ પ્રકારે આત્મજાગૃતિપૂર્વક વર્તવાથી ધીમે ધીમે એક મહાન અધ્યાત્મવ્યક્તિત્વનો ઉદય થાય છે. જેના બળ વડે આ સાધક આત્મા સિંહ-વાઘથી ડરતો નથી, રાજા-મહારાજા-નગરશેઠપ્રધાન-શ્રીમંત-શાહુકારની શેહમાં તણાતો નથી, ગમે તેટલાં ધન-પ્રલોભનો, ઇન્દ્રિયવિષયની સામગ્રીઓ કે મોટું જગપૂજ્યપણું પ્રાપ્ત થવા છતાં અંતરથી ડોલાયમાન થતો નથી કે શરીરમાં મોટા રોગ વગેરે ઉત્પન્ન થાય તો પણ ગભરાટ કે આકુળ-વ્યાકુળતા અનુભવતો નથી.
આમ, જેણે દુનિયામાં આવી બેતાજ બાદશાહી પ્રાપ્ત કરી હોય, સ્વાધીનપણે જ્ઞાન અને આનંદમાં નિરંતર મગ્ન હોય, જગતના જીવો જાણમાં હોય વા જાણબહાર હોય તોપણ તે પુરુષે આત્મરાજ્ય પર સંપૂર્ણ વિજય મેળવ્યો હોવાથી તેણે સર્વોત્કૃષ્ટ પરાક્રમ દ્વારા જીવનની સાચી સફળતા પ્રાપ્ત કરી એમ અમે જાણીએ છીએ અને તેવા પુરુષના ચરણકમળ પ્રત્યે પ્રત્યક્ષ કે પરોક્ષ દાસત્વ સ્વીકારવાના નિરંતર પ્રયત્નમાં છીએ.
જીવનની સાચી સફળતાનાં જીવંત દૃષ્ટાંતો
આજથી એકસો દસ વર્ષ પહેલાં દેવદિવાળીને દિવસે સૌરાષ્ટ્રના મોરબી રાજ્યના વવાણિયા ગામે એક મહાપુરુષનો જન્મ થયો હતો. તેમનું નામ રાયચંદભાઈ હતું.
બાળપણથી જ તેમની બુદ્ધિશક્તિ અભુત હતી. તેઓ જાતિસ્મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org