________________
૧૪૦
સાધક-સાથી
કાંઈ ઈચ્છતો નથી, અને જો ઇચ્છે તો અન્ય જીવોનું પણ સાચું સુખ જ ઇચ્છે છે. આવો આત્માનો આનંદ આત્મજ્ઞાન દ્વારા સંપન્ન થાય છે, તે આત્મજ્ઞાનનું મુખ્ય સાધન પાત્રતા પ્રાપ્ત કરી સંત પુરુષો પાસેથી સત્ય તત્ત્વનો બોધ પામવો તે છે અને પ્રાપ્ત થયેલા બોધ પ્રમાણે પોતાના જીવનને એક નવીન, દિવ્ય, સુંદર અને સ્વાધીન ઢાંચામાં ઢાળવા માટે સતત પુરુષાર્થમય રહેવું તે છે. આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવું તે આ જગતનું સૌથી મોટું પરાક્રમ છે, કારણ કે તેમ કરી શકનાર પુરુષ સર્વોત્તમ પદને પામે છે – જીવનમુક્ત થઈ પરમાનંદ અનુભવી જન્મ-મરણથી રહિત થઈ જાય છે. ઉત્તમ સફળતા અર્થે જીવનમાં પ્રયોગ
જીવનમાં આવી ઉત્તમ સફળતાનો પ્રયોગ કરવો જોકે ઘણો જ કઠિન છે તો પણ સાથે સાથે તે સરળ, સ્વાભાવિક અને સ્વાધીનપણે સંપાદન કરી શકાતો હોવાને લીધે દરેક મનુષ્ય, મૂળમાં તે કરવાની શક્તિ ધરાવે છે એવો અભિપ્રાય મહાન પુરુષોએ વ્યક્ત કર્યો છે. આ કાર્ય કરવા માટેનાં સાધનોમાં મુખ્યપણે જ્ઞાનની, ચારિત્રની અને ભક્તિની આરાધનાની આવશ્યકતા છે. ચારિત્રની નિર્મળતા માટે સામાન્યપણે આગળ જે સગુણસંપન્ન પુરુષનું વર્ણન કર્યું તેના વિવિધલક્ષી ગુણોને પોતાના દૈનિક જીવનમાં સંપાદન કરવા માટે અભ્યાસ કરવાનો છે અને સંપાદિત કરેલું સદાચારમય જીવન કલંકિત ન બને તે માટે સતત જાગૃતિ અને સજ્જનસંગતિને સ્વીકારવાનાં છે.
જ્ઞાનની આરાધના તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. સાધકે આળસ, અનારોગ્ય, અભિમાન અને આસક્તિનાં કારણોનો બળપૂર્વક પ્રતિકાર કરીને જ્ઞાનની આરાધના કરવી પડશે. આવી જ્ઞાન-આરાધનામાં રસ કેળવવા માટે પ્રથમ ભૂમિકામાં સત્સંગની ટેવ પાડવાની છે અને પછી પોતે જ અર્ધા કલાકથી માંડીને ત્રણ કલાક સુધીના વ્યક્તિગત સ્વાધ્યાયનો નિયમ લેવાનો છે. નીતિમત્તાનાં, સત્વરુષોનાં નિર્મળ ચરિત્રોનાં અને તત્ત્વ પરિજ્ઞાન કરાવનારા પૂર્વાચાર્યોનાં કે સંતોનાં ઉત્તમ વચનોનું સાપેક્ષ દૃષ્ટિથી આત્મકલ્યાણ અર્થે વાચન, વિચાર, લેખન અને સ્મરણ કરવાનું છે. જેમ જેમ અનુભવી સંતોનાં વચનો સાધકને ખરેખર સમજાતાં જાય છે તેમ તેમ અપૂર્વ ઉલ્લાસ વધતો જાય છે અને આત્મવિકાસના પંથે આગળ વધવાનું બને છે, જેના પરિણામે બુદ્ધિ વધે છે, દુર્ગુણો ઘટે છે, નિઃશંકતા આવે છે અને સર્વતોમુખી આત્મસાધના બને છે. સ્વાધ્યાયની આ સાધનાની સાથે સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org