________________
૨૭
જીવનની સાચી સફળતા
ભૂમિકા
આ દુનિયામાં અનેક પ્રકારના માણસો અનેક પ્રકારનાં કાર્યો કરી રહેલા આપણે જોઈએ છીએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચતુર્વિધ લક્ષથી પ્રેરાઈને, પોતપોતાની શક્તિ પ્રમાણે, સંયોગ પ્રમાણે, પ્રાપ્ત થયેલી શિસ્ત અને માર્ગદર્શન પ્રમાણે તથા અંત:પ્રેરણા અને બુદ્ધિબળને અનુસરીને માણસ જીવનપ્રવાહમાં આગળ વહ્યો જાય છે. સામાન્ય અને મધ્યમ કક્ષાની સફળતા
સામાન્ય માણસ તો પોતાનું અને પોતાના કુટુંબનું ભરપોષણ કરી, પશુ આદિના ભવોમાં જેમ કર્યું હતું તેમ – જન્મવું, મોટા થવું, વંશવેલો વધારવો, વૃદ્ધ થવું અને મૃત્યુના મુખમાં હોમાઈ જવું – એ રૂપ સામાન્ય પ્રકૃતિ-આધીન જીવન જીવીને પોતાની જીવનલીલા સમાપ્ત કરે છે. અમારી દૃષ્ટિમાં મનુષ્યભવરૂપી અમૂલ્ય અવસરને તે હારી જાય છે.
કાંઈક વિવેકી પુરષો તેથી આગળ જાય છે અને માત્ર પોતાનો જ વિચાર ન કરતાં અન્ય જીવોનું પણ કલ્યાણ કેમ થાય, મારું વર્તમાન જીવન કેમ ઉન્નત બને, પામેલો મનુષ્યભવ કેવી રીતે કંઈક સાર્થકપણાને પામે તેવા વિચારથી પ્રેરાઈને પોતાના જીવનને સાદું, સંતોષી, સદ્ગુણસંપન્ન, નિયમિત અને ન્યાયપૂર્ણ બનાવતા થકા યથાશક્તિ પરોપકાર, દાન સેવાપરાયણતા અને સુકૃત-અનુમોદના(સારા કાર્યનું અનુમોદન કરવું)ને અંગીકાર કરે છે અને માનવભવનું કંઈક અંશે સફળપણું કરે છે.
જો કે ઉપર વર્ણવ્યા તેવા મનુષ્યો પણ આ જમાનામાં પ્રમાણમાં ઓછા દેખાય છે. જો તેવા પુરુષો ખરેખર પોતાનું જીવન ધન્ય બનાવવા માગતા. હોય તો તેમણે પણ સૂક્ષ્મ વિવેકને પોતાના જીવનમાં અપનાવવાની આવશ્યક્તા છે અને સામાન્યપણે તેવા વિવેકપ્રાપ્તિના ઉત્તમ સાધન તરીકે તેમણે સત્સંગનો અથવા આત્મજ્ઞાની પુરુષનો સમાગમ કરવો યોગ્ય છે. ઉત્તમ સફળતાનું સ્વરૂપ
તે મનુષ્ય મહાન છે, જે આત્માના આનંદથી તૃપ્ત હોવાને લીધે બીજું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org