________________
૧૩૦
રાધક-સાથી
શુદ્ધિ તથા સ્થિરતા ઊપજે અને વૃદ્ધિ પામે છે તે સર્વ પ્રકારનાં ધ્યાન સાધકને સહાયકારી હોવાથી ઉપકારી છે.
ધ્યાનની સામગ્રી ૧. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું સ્પષ્ટ પરિજ્ઞાન
ધ્યાન કરનાર સાધક તે ધ્યાતા છે, તેથી પોતાના આત્મસ્વરૂપનું સર્વાગી જ્ઞાન સાધકને માટે આવશ્યક છે. આ માટે સત્સંગના યોગમાં રહી તથા સન્શાસ્ત્રોનો અભ્યાસ કરી આત્મસ્વરૂપનું અનેકમુખી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
- સાધક જે પ્રક્રિયા વડે પોતાના ઈષ્ટ ધ્યેયના ચિંતનમાં લાગેલો રહેવા ઇચ્છે છે અને અંતે તેમાં તન્મય થવા ઈચ્છે છે તે ધ્યાનની પ્રક્રિયા છે – ધ્યાનનો પ્રયોગ છે.
સાધકનું જે ઈષ્ટ – પ્રાપ્તવ્ય તે તેનું ધ્યેય છે. પોતાની સાધક અવસ્થા પ્રમાણે તે ધ્યેયનું અવલંબન અનેક પ્રકારે હોઈ શકે છે. સદ્ગરરૂપે, પરમાત્મારૂપે, આત્મજ્યોતિરૂપે અથવા એવા કોઈ પણ એક સાત્ત્વિક અવલંબનરૂપે. આવા જે જે ધ્યેય ઉપર સાધક પોતાનું ચિત્ત એકાગ્ર કરે તે તે વસ્તુનું યથાર્થ જ્ઞાન આવશ્યક છે. જો આવું જ્ઞાન સ્પષ્ટ નહિ હોય તો ચિત્તને ધ્યેયમાં પરોવી શકશે નહિ, અને તે બીજે ભટકવા લાગશે. ૨. દૈનિકચર્યા
દિવસ દરમિયાન અનેક પ્રકારની ધમાલમાં રહેવું અને એકદમ ચિત્તને સ્થિર કરવું તે નહિ બનવા યોગ્ય છે. જે કાંઈ ખાવાપીવાની, કમાવાની, સમાજસંબંધીની કે મનોરંજનની પ્રવૃત્તિમાં આપણે વ્યક્ત રહીએ તે તે સર્વ પ્રવૃત્તિ ચિત્તની સાત્ત્વિકતાને સ્થળપણે હાનિ ઉપજાવનારી ન હોવી જોઈએ. માટી, ગંદકી કે કાદવમાં ખૂબ કામ કરવાનું બન્યું હોય અને પછી શરીરને ચોખ્ખું કરવું હોય તો તે વખતે સ્નાન કરવામાં ખૂબ સમય અને સાધનશક્તિની જરૂર પડે છે. જ્યારે સામાન્ય જ્ઞાન તો થોડી જ વારમાં સહેલાઈથી પતી જાય છે. જેમ અહીં શરીરશુદ્ધિની વાત છે તેમ ધ્યાનમાં ચિત્તશુદ્ધિની વાત છે. જો દિવસની ચર્ચા દરમિયાન ચિત્ત ખૂબ મલિન થઈ ગયું હશે તો તેને ચોખ્ખું કરવામાં ખૂબ સમય અને શક્તિ લગાડવાં પડશે.
આ ઉપરથી આપણે સતત ખ્યાલ રાખવાનો છે કે આપણે આયોજનપૂર્વક માત્ર તેવી જ પ્રવૃત્તિ કરીએ કે જેથી ચિત્ત મોટા દોષોથી મલિન ન થાય. જો ચિત્ત ઓછું મલિન હશે તો તેની શુદ્ધિ અને સ્થિરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org