________________
સરળતા
ચિરૌજીબાઈ : બેટા, એ તો હું હવે ઘરડી થઈ અને તારા માટે હું ઉપયોગી રહી નહિ તેથી એમ લાગે છે. જો, છેલ્લાં લગભગ ત્રીસ વર્ષથી સતત મેં તને પુત્રવત્ પાળ્યો છે, પરંતુ તેમાં મારો અભિપ્રાય તો તારા કલ્યાણનો જ રહ્યો છે, બીજો કોઈ નહિ. હવે હું વૃદ્ધાવસ્થામાં છું. તને યોગ્ય લાગે તેમ કરી શકે છે, પરંતુ ધ્યાન રાખજે કે મારો ત્યાગ જો દ્વેષથી કે કંટાળાથી કરતો હોય તો તેમ કરવું તે દંભ છે.’
જે ત્યાગમાં નિરાકુળતાની ઝલક ન હોય, જ્યાં નિર્મમત્વભાવની સાધના ન પ્રગટી હોય અને માત્ર લોકોમાં મોટા દેખાવાની ખાતર જ ત્યાગ કરાતો હોય ત્યાં તે ત્યાગ આડંબર કે દંભ કહેવાવા યોગ્ય છે. અધ્યાત્મસાધનામાં સ્વાંગની પ્રતિષ્ઠા નથી, પણ આત્માના નિર્મળ ભાવોની પ્રતિષ્ઠા છે.’
૧૨૩
આ સત્ય ઉપદેશ સાંભળી હું તો સ્તબ્ધ જ થઈ ગયો અને પૂજ્ય માતાજીથી જુદા થવાનો મારો વિચાર મેં માંડી વાળ્યો. અંતરમાં તો મોહને જીત્યો નહોતો અને બહારથી નિર્મોહીપણું બતાવતો હતો તે મારો દંભ હતો. હવે હું સરળતાના માર્ગ પર આવવા માગતો હતો, કારણ તે જ મારા માટે કલ્યાણરૂપ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org