________________
સત્યનિષ્ઠા
આ વિદ્યાર્થી પાછળથી બંગાળના એક મહાન કેળવણીકાર અને દેશભક્ત તરીકે પ્રસિદ્ધ થયો, તેનું નામ હતું મહાત્મા શ્રી અશ્વિનકુમાર દત્ત.
*
[૩]
૧૧૯
ઇ.સ. ૧૮૧૪ની સાલ.
બંગાળમાં આ સમયે જમીનદારોનું બહુ જોર. હુગલી જિલ્લામાં દેરે નામના ગામમાં રામનંદરાય નામનો એક જમીનદાર રહે. તે ખરેખર નરાધમ જ હતો; અભિમાની, જુઠ્ઠો, અન્યાયી અને સ્વાર્થી. એકહથ્થુ સત્તાથી પોતાનું ધાર્યું જ બધું કરે. એક વખત એક સામાન્ય માણસ સાથે તેને વાંકું પડ્યું, તેથી જમીનદારે તેને પોતાના સપાટામાં લેવાનો નિશ્ચય કર્યો, જમીનદારે તે માણસ પર એક ખોટું આળ ચડાવ્યું, પણ તે માટે કોઈ સાક્ષી નહોતો.
Jain Education International
હવે, આ ગામમાં ખુદીરામ નામનો એક ન્યાયપ્રિય અને સત્યપરાયણ માણસ રહેતો હતો. જમીનદારે વિચાર્યું કે જો આ માણસ પોતાના સાક્ષી તરીકે આવે તો તુરત જ કામ પતી જાય. આથી જમીનદારે ખુદીરામને ત્યાં જઈ તેને કહ્યું : “અરે ખુદીરામ ! એક વાતની સાક્ષી આપવાની છે. તે આપવા આવીશ ને ?” ખુદીરામ કહે : “સાચી સાક્ષી આપવા હમેશાં તૈયાર જ છું.' જમીનદાર કહે : હું કહું તે પ્રમાણે જ તારે તો કોર્ટમાં કહેવાનું છે.' આ વાત સાંભળી ખુદીરામે સાક્ષી આપવાની વાત સ્વીકારી નહિ.
બસ ! ખુદીરામ ઉપર પણ હવે તો જમીનદાર ખફા થઈ ગયો. છ-બાર મહિનામાં તો તેની ૧૫૦ વીઘાં જેટલી જમીન ઝૂંટવી લીધી અને ઘર પણ હરાજ કરી દીધું. ખુદીરામને પોતાનું વતન છોડી કામારાપુકુર નામના ગામમાં રહેવાની ફરજ પડી. સત્યને વળગી રહેવાથી જમીન, આબરૂ, ઘર, પૈસો અને વતન બધું ખુદીરામને છોડવું પડ્યું. તેના હૃદયમાંથી સંસાર પ્રત્યેની પ્રીતિ ઊડી જવા લાગી, ધર્મસંસ્કારો ઊગવા માંડ્યા અને ભક્તિપરાયણ સાદું જીવન તે વિતાવવા લાગ્યો.
પ્રસિદ્ધ ભક્તશિરોમણિ શ્રીરામકૃષ્ણ પરમહંસના પિતા બનવાનું મહાન સદ્ભાગ્યે આ ખુદીરામને પ્રાપ્ત થયું હતું.
For Private & Personal Use Only
www.jainelibrary.org