________________
૧૧૩
(૪) સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
વૈષ્ણવ જન... (૫) નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષાભાવના રાખશો. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
મૈત્રીભાવનાં જીવંત દૃષ્ટાંતો
વર્તમાન સદીની શરૂઆતમાં કલકત્તા પાસે હુગલીના સરકારી વકીલ તરીકે શ્રી શશીભૂષણ બંદોપાધ્યાય કામ કરતા હતા. વૈશાખ મહિનાની બપોરે ભાડાની ઘોડાગાડી કરીને તેઓ એક દિવસ ત્યાંના એક પ્રતિષ્ઠિત માણસને ઘેર ગયા. આવા સમયે વકીલ સાહેબને પોતાને ઘેર આવેલા જોઈ પેલો માણસ આનંદ સહિત આશ્ચર્ય પામ્યો. જ્યારે કામ પતી ગયું ત્યારે તે માણસે વકીલ સાહેબને કહ્યું : “સાહેબ ! અહીં સુધી આવા તડકામાં આપ પોતે આવ્યા તે કરતાં કોઈ નોકર સાથે જો ચિઠ્ઠી મોકલાવી હોત તો પણ ચાલી જાત.” વકીલ સાહેબ કહે : “ભાઈ ! પહેલાં મેં પણ એવો જ વિચાર કર્યો હતો, પરંતુ જ્યારે આ ભયંકર તાપ જોયો ત્યારે નોકરને મોકલવાની મારી હિંમત ચાલી નહિ. જો નોકર આવ્યો હોત તો ચાલીને કે સાયકલ પર જ આવત અને તેવી રીતે આવવામાં અને કેટલો બધો તાપ સહન કરવો પડત ! આ વિચાર આવવાથી હું પોતે જ અહીં આવી ગયો.”
મહાપુરુષોનો નોકર પ્રત્યે પણ કેવો આત્મીયતાભર્યો વ્યવહાર ! તેઓ નોકરને નોકર ન ગણતાં મિત્ર તરીકે જ ગણે છે !
[૨] લગભગ સાઠ વર્ષ પહેલાંની વાત.
તે સમયે પ્રસિદ્ધ જૈનતીર્થ મહુડી (તા. વિજાપુર)ના સંસ્થાપક શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના જીવનકાળનાં છેલ્લાં વર્ષો. આણંદ. પ્રખ્યાત સર્જન ડૉ. કૂપરે કહ્યું હતું કે મહારાજશ્રીનો દેહ વધારે વખત ટકી શકશે નહિ.
પરંતુ પૂ. મહારાજશ્રી તો નિર્ભયપણે પોતાની જ્ઞાનધ્યાનની ચયમિાં મસ્ત જ રહેતા. તે વખતે મહુડીનું સ્થાનક સાવ નાનું હતું. પૂ. મહારાજશ્રીને રાત્રે ધ્યાન કરવા માટે પાસેની એક ગુફામાં બેસવાની ટેવ હતી. કોઈક કોઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org