________________
૧૧૪
સાધક-સાથી
વેળાએ આ સમય દરમિયાન, હિંસક પશુઓ તેમની ગુફાની આસપાસ ફરતાં. શ્રી મોહનલાલ ભાખરિયા નોંધે છે કે : “એક વાર તેઓ ધ્યાન કરવા બેઠેલા ત્યારે છથી સાત ફૂટ લાંબો એક કાળો નાગ આવ્યો. હું એકદમ ઊભો થઈ બોલ્યો : “કૃપાનાથ ! નજીકમાં જ મોટો સર્પ છે.” પૂ મહારાજશ્રીએ આંખો ઉઘાડી કહ્યું : “બીકણ ! શા માટે કરે છે ? તે તો સંત-મહાત્માઓ પાસે આનંદ કરે છે.”
જે મહાત્માઓએ પોતાના જેવા જ આત્માનું પ્રાણીમાત્રમાં દર્શન કર્યું હોય તેમને શો ડર ? તેમને તો સર્વ જીવો – પછી ભલે તે હિંસક પશુઓ ધ્યેય તો પણ – પરમ મિત્ર સમાન જ જણાય છે. આ છે સર્વ જીવો સાથેનો સાચો મૈત્રીભાવ !!
લગભગ સો વર્ષ પહેલાંનો પ્રસંગ.
હૃષિકેષમાં દ્વારકાદાસજી નામના સંત રહેતા હતા. આત્માનંદની મસ્તીમાં મગ્ન હોવાથી તેઓ દિગંબર જ રહેતા. એક વાર એક અંગ્રેજ અમલદાર શિકાર કરવા આવ્યો. તેણે તે જંગલમાં રહેતા વાઘને તો માર્યો પણ વાઘણ બચી ગઈ. દ્વારકાદાસજી જંગલ ભણી જતી વખતે પેલા અમલદારને કહી ગયા કે : “આજે વાઘણને મારીશ નહિ. વાઘના મૃત્યુથી તે બહુ દુઃખી છે.’
આ બાજુ થોડી વારમાં દ્વારકાદાસજી જ્યાં સૂતા હતા ત્યાં વાઘણા આવી તેથી પેલા અમલદારે તેને મારવા બંદૂક તાકી કે તુરત દ્વારકાદાસે માંચડા પર બેઠેલા તે અમલદારને ઈશારાથી તેમ ન કરવા કહ્યું. આ બાજુ પેલી વાઘણ શ્રી દ્વારકાદાસ સૂતા હતા ત્યાં આવી. તેમને સુંઘીને પાછી ઝાડીમાં ચાલી ગઈ. માંચડા પર બેઠેલા અંગ્રેજ અમલદારનો જીવ આ દૃશ્ય જોઈ તાળવે ચોંટી ગયો. તેણે નીચે આવી દ્વારકાદાસને પૂછયું : “મહારાજ ! પેલી વાઘણે તમને કેમ ન માય ?” મહારાજ કહે : “ભાઈ હું કદી કોઈને મારવાનો ભાવ પણ કરતો નથી. તો અન્ય મને કેવી રીતે મારે ?”
સંતના સાનિધ્યમાં હિંસક ક્રૂર પશુઓ પણ પોતાનું વેર ભૂલી જાય છે તે આનું નામ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org