________________
૧૧૦
સાધક-સાથી
લડાઈમાં મોકલવામાં આવી. જુટફેન શહેરની પાસે જે યુદ્ધ થયું તેમાં પ્રખ્યાત યોદ્ધો અને સેનાપતિ સર ફિલિપ સિડની ઘાયલ થયો. તેને ઘણી તરસ લાગી હતી. રણમેદાનમાં પાણી ક્યાંથી હોય ? આખરે મહામહેનતે તેને માટે થોડું પાણી લાવવામાં આવ્યું. સિપાઈઓએ તે પાણી પોતાના સેનાપતિ પાસે આપ્યું. જેવું ફિલિપે પાણી મોઢે માંડ્યું કે તે સમયે તેની નજર બીજા એક ઘાયલ સૈનિક તરફ પડી, જે સૈનિક પણ પાણી તરફ આતુર નજરે જોઈ રહ્યો હતો. તરત જ તેણે સિપાઈઓને તે પાણી પેલા ઘાયલ સૈનિકને આપી દેવા કહ્યું અને બોલ્યો : “ભાઈ ! મારા કરતાં તારે પાણીની વધારે જરૂર છે.’
બાળપણથી જ ફિલિપે સ્વાર્થત્યાગની ટેવ પાડેલી હતી અને આવા સતત અભ્યાસથી પ્રાપ્ત થયેલા મનોબળ વડે તે અણીના સમયે આવો મહાન ત્યાગ કરી શક્યો હતો.
ગઈ સદીમાં થયેલા મહાન અધ્યાત્મજ્ઞાનીઓમાં શ્રીમદ્ રાજચન્દ્રજીનું નામ પ્રસિદ્ધ છે. એક વાર તેમના મુખ્ય શિષ્ય શ્રી લલ્લુજી સ્વામીએ કહ્યું : ‘ગુરુદેવ. મેં સાધનસંપત્ર કુટુંબ, વૃદ્ધ માતા, બે પત્નીઓ, એક પુત્ર આ બધાંનો ત્યાગ કરી ઘણો પુરુષાર્થ કર્યો. પણ હજી જીવનની સાર્થકતા અનુભવમાં આવતી નથી.”
શ્રીમદ્જીએ તુરત જ કહ્યું : “શું ત્યાખ્યું છે ? બે સ્ત્રીઓને છોડીને કેટલીક સ્ત્રીઓમાં દૃષ્ટિ કરે છે ? એક ઘર છોડીને બીજાં કેટલાં ઘર (શ્રાવકોનાં) ગળે નાખ્યાં છે ? એક પુત્ર છોડીને કેટલાં છોકરાંઓમાં પ્રીતિ થાય છે ?”
સરળ સ્વભાવી શ્રી લલ્લુજીને એકાએક પોતાના અંતર-જીવનનું દર્શન થયું અને લજ્જાથી એમ લાગ્યું કે ભોય માર્ગ આપે તો જમીનમાં સમાઈ જાઉં. તરત જ તેમણે કબૂલાત કરી ઃ ગુરુદેવ, મેં કાંઈ જ ત્યાગ કર્યો નથી.” શ્રીમદ્જીએ કહ્યું: ‘મુનિશ્રી. હવે જ તમે સાચા ત્યાગી છો.’
જ્યાં સુધી પોતે કરેલા ત્યાગનું અભિમાન રહે અથવા ત્યાગમાં જ કૃતકૃત્યતા મનાઈ જાય અને આત્મદૃષ્ટિ ન જાગે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી એમ શ્રીમદ્જીનો અભિપ્રાય હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org