________________
ભક્તિમાર્ગની આરાધના
૧૦૫
સ્નાન કરી પવિત્ર થવું અને અન્યને પણ તે વાટે ચાલીને આત્મશાંતિ અને નિશ્ચિત પ્રભુપરાયણ જીવન જીવવાની પ્રેરણા આપવી, એવી એ સંતભક્તોની જીવનધારા હતી.
જયપુરથી પાંચેક માઈલ દૂર એક નાના મકાનમાં એક ભક્ત રહેતા હતા. પોતાનું જીવન પ્રભુપ્રેમ, પરોપકાર, સાદાઈ અને સાત્ત્વિકતાથી તેમણે આદર્શરૂપ બનાવ્યું હતું. દરરોજ અનેક જિજ્ઞાસુઓ તેમનાં દર્શન અને સત્સંગનો લાભ લેવા આ નાના સાદા ધામમાં પધારતા અને સંતની અનુભવવાણી તથા સદ્ગુણ-સંપન્ન જીવનમાંથી ઉત્તમ પાથેય ગ્રહણ કરી પોતાના સાધકજીવનમાં પ્રેરણા મેળવતા.
બાપજી ! જયપુરનાં મહારાણી આપણા ધામમાં પધાર્યા છે તો તેમનું શું સ્વાગત કરીશું ?” એક અંતેવાસીએ ભક્તરાજને પૂછ્યું. તેઓએ સહજમાં જવાબ આપ્યો : “ભલે પધાર્યા મહારાણી, તેઓ પણ અહીં તો જિજ્ઞાસુ જ છે, કોઈ વિશેષ સ્વાગતની જરૂર નથી.” અંતેવાસી થોડી વારમાં જ મહારાણીને લઈને સત્સંગમંડળીમાં આવી પહોંચ્યો અને મહારાણીને યોગ્ય આસન પર બેસાડવામાં આવ્યાં. સત્સંગ-સરિતામાં સ્નાન કરી પ્રસન્ન થયેલાં મહારાણીએ ભક્તરાજની વિદાય લેતાં અનેક સુવર્ણ-આભૂષણોની ભેટ ધરી. ભક્તરાજની ઘણી મનાઈ છતાં આપેલી ભેટ અમારાથી પાછી ન લઈ શકાય એમ જણાવી મહારાણીએ જયપુર તરફ પ્રસ્થાન કર્યું. - બીજે જ દિવસે ભક્તરાજે પોતાના શિષ્યોને આજુબાજુનાં ગામડાંમાંથી દીનદુઃખીઓને આમંત્રણ આપ્યાં અને મહારાણીએ આપેલી સમસ્ત સંપત્તિ દાનમાં આપી દીધી. શિષ્યોએ ભક્તરાજને પૂછવું : “બાપુજી ! જો થોડુંઘણું રાખ્યું હોત તો ધામમાં આવતા અતિથિઓને આપી શકાય !”
જે આપણને આપે છે તે અતિથિઓને પણ આપશે.” – એમ કહી ભક્તરાજ નાભાજીએ પોતાની પ્રભુ પ્રત્યેની અટલ શ્રદ્ધા વ્યક્ત કરી.
આ છે ભક્તિમાર્ગના આરાધકનું જીવન. આ જ મહાન ભક્ત લખેલો “ભક્તમાળ” નામનો ગ્રંથ ઉત્તર ભારતમાં ખૂબ પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org