________________
ત્યાગધર્મ
૧૦૭
માન્યતારૂપ અજ્ઞાન છોડવાનું છે. વળી, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર (ઈષ્ય) વગેરે વિકારી ભાવો મને રોજબરોજના જીવનમાં હમણાં પણ દુઃખ અને આકુળતા ઉપજાવનારા છે અને કર્મબંધનનું કારણ હોવાથી ભવિષ્યમાં પણ દુઃખ દેનારા છે, અપવિત્ર છે, મારા મૂળ સ્વભાવથી વિપરીત છે” એમ જાણી તેવા ભાવોનો ત્યાગ કરવો તે સાધકને માટે ધ્યેયરૂપ છે. જેમ આ અજ્ઞાનાદિ ભાવોનો ત્યાગ સાધકને માટે જરૂરી છે તેમ જેમના સંગમાં, જેમના પ્રસંગમાં અને જેમના પરિચયમાં રહેવાથી આવા ભાવો ઊપજવા સંભવે છે, પોષણ થવા કે વર્ધમાન થવા સંભવે છે, તેવા તેવા પ્રસંગો અને પદાર્થોનો પણ ત્યાગ કરવો ઘટે છે. નિમિત્તાધીન બુદ્ધિવાળા જગતના જીવોનું ચિત્ત વિકારોની ઉત્પત્તિ કરનારા પદાર્થોની વચ્ચે નિર્વિકાર રહે તેવો સંભવ નહિ જાણીને જ કરણાવંત આચાર્યોએ ત્યાગનો અભ્યાસ અને આશ્રય કરવાની સાધકોને પ્રેરણા કરી છે.
વિધેયાત્મક (CONSTRUCTIVE- રચનાત્મક) ભાવોનો આશ્રય કર્યા વિના સાચો ત્યાગ પણ સફળ થઈ શકતો નથી, તેથી હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા કોઈ પણ બીજા પદાર્થનો સ્વામી નથી એવા શુદ્ધ આત્મચિંતનમાં લાગવાથી બીજા વિકારી ભાવોની ઉત્પત્તિ થતી અટકી જાય છે અને તેને જ જ્ઞાનીઓએ પરમાર્થત્યાગ કહ્યો છે.
સાત વ્યસનો (જુગાર, ધરૂ, શિકાર, વેશ્યાગમન, માંસાહાર, ચોરી, પરસ્ત્રીગમન)નો નિયમપૂર્વક ત્યાગ કરવો. મોટાં પાપોનો ત્યાગ કરવો, રાત્રિભોજનનો ત્યાગ કરવો, અભક્ષ્ય ભોજનનો ત્યાગ કરવો અને ક્રમે કરીને સંસારીભાવોને ઉપજાવનારી જુદી જુદી વાતોનો, વસ્તુઓનો અને વ્યક્તિઓનો ત્યાગ કરવો તે પણ ક્રમથી ત્યાગધર્મની આરાધના છે. આવો ઉત્તમ ત્યાગધર્મ. અભ્યાસીઓએ સદ્ગર દ્વારા અથવા સશાસ્ત્રો દ્વારા જાણીને. પરમ પ્રેમથી, ધીરજથી અને ખંતથી આદરવા યોગ્ય છે.
ત્યાગધર્મનો મહિમા (૧) “જાણવા-દેખવાના સ્વભાવવાળા આ મારા આત્મા સિવાય, આ જગતમાં નિશ્ચયથી જોતાં મારું કાંઈ જ નથી.' એવી શ્રદ્ધા થવાથી બાહ્ય પરિગ્રહને ઘટાડે અથવા છોડે તે મહાપુરુષનો ત્યાગધર્મ હોય છે.
(૨) ભોગની ભાવના અને ભોગના પદાર્થો બંધનનાં કારણો કહ્યાં છે અને સાધક તો બંધનને ઇચ્છતા નથી તો તેઓ તેવા પદાર્થોના સંગ્રહને કે
મમત્વને કેમ વધારે ? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org