________________
સાધક-સાથી
વિશિષ્ટ પુણ્યના સંચય વડે (કષાયની મંદતા થવાથી) પરભવમાં ઉત્તમગતિની પ્રાપ્તિ થાય છે. આમ, સ્વગદિનાં સુખનો યોગ થવો તે તો સંતોષની સાધનાનું આનુષંગિક ફળ છે.
લોભને જીતવાનો ઉપાય આગળ ક્ષમાના પાઠમાં જે વિધિ બતાવી હતી તે જ અહીં લાગુ પાડવાની છે, ત્યાં જેમ તત્ત્વજ્ઞાનપૂર્વક ક્ષમાગુણને ધારણ કરવાથી ક્રોધના નાશને ક્રમ અને વિધિ બતાવવામાં આવ્યાં હતાં તેમ અહીં સંતોષગુણને ધારણ કરવાથી લોભના નાશનો ઉદ્યમ સફળપણે બની શકે છે એમ સમજવું.
અહીં વિશેષ એમ જાણવા યોગ્ય છે કે લોભને ખરેખર જીતવો તે ક્રોધને જીતવા કરતાં પણ વધારે કઠિન છે. લોભ તો એવો લુચ્યો છે કે બહાર તેનું ખાસ પ્રગટપણું દેખાતું નથી, જ્યારે ક્રોધ પ્રમાણમાં ભોળિયો છે અને અનેક બાહ્ય ચિલોથી ઓળખાઈ જાય છે. વળી શ્રીજિનસિદ્ધાંતમાં, બધા વિકારોમાં, આત્માથી છૂટા પડવામાં, લોભનો નંબર સૌથી છેલ્લો બતાવવામાં આવ્યો છે, તે પણ લોભના સૂક્ષ્મ પ્રકારોને જીતવાની કઠિનતા જ દર્શાવે છે.
પાપનો બાપ લોભ’, ‘તૃષ્ણારૂપી ખાડો અસીમ અને અનંત છે', ઇચ્છા દુઃખનું મૂળ છે' વગેરે લોકોક્તિઓથી પણ લોભનું નિંદ્યપણું અને સંતોષગુણનું ઉત્તમપણું જગતમાં પ્રસિદ્ધ જ છે. લોભથી અંધ થયેલો પુરુષ ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવા માટે માત્ર છળ, કપટ, વિશ્વાસઘાત કે અન્યાયનો જ આશ્રય નથી લેતો, પરંતુ સામી વ્યક્તિને મારી નાખતાં પણ અચકાતો નથી. આવાં અધમ કૃત્યો પણ લોભને આધીન થવાથી કરવાં પડે છે. માટે દરેક સાધકે મહાન ઉદ્યમ કરીને પોતામાં રહેલા લોભના સ્થળ અને સૂક્ષ્મ પ્રકારો ઉપર નિરંતર પ્રહાર કરતા રહીને ઉત્તમ સંતોષરૂપી ધર્મને ધારણ કરવો સર્વથા યોગ્ય જ છે.
સંતોષરૂપ ધર્મનો મહિમા (૧) અસંતોષ છે તે જ મોટું દુઃખ છે અને સંતોષ છે તે જ મોટું સુખ છે, એવો નિશ્ચય કરીને સાધકે નિરંતર સંતોષ ધારણ કરવાનો ઉદ્યમ કરવો જોઈએ.
(૨) ગાયરૂપી ધન, હાથીરૂપી ધન, ઘોડારૂપી ધન અને રત્નોરૂપી ધન દુનિયામાં પ્રસિદ્ધ છે. જ્યારે ખરેખર સંતોષરૂપી ધન આવે ત્યારે આ બધા પ્રકારનાં ધન ધૂળ જેવાં અનુભવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org