________________
ભક્તિમાર્ગની આરાધના
ભૂમિકા
આત્મસુધારણા દ્વારા આત્માનું ઉત્થાન કરી તેને આત્મસાક્ષાત્કારની ભૂમિકા સુધી લઈ જવો તે સામાન્યપણે સાધકનું લક્ષ છે. આ લક્ષને સિદ્ધ કરવા માટે મુખ્યપણે ત્રણ માર્ગથી આરાધના બતાવવામાં આવી છે. આ ત્રણ પદ્ધતિઓ તે જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને યોગમાર્ગ છે.
જો કે આ ત્રણે માર્ગ પરમાર્થદૃષ્ટિએ જોતાં તો એક જ છે, છતાં પૂર્વસંસ્કાર, વર્તમાન અભ્યાસ, મનુષ્યના સંજોગ, તેની સાધકકક્ષા અને તેના વ્યક્તિત્વના ઝોકને અનુસરીને ભિન્ન ભિન્ન સાધના-પદ્ધતિઓનો આચાર્યોએ આવિષ્કાર કર્યો છે. ભક્તિનું સામાન્ય સ્વરૂપ
પોતાથી અધિક ગુણવાન પુરુષોના લૌકિક અને લોકોત્તર ગુણોની ઓળખાણ કરી, બહુમાન કરી આપણા ચિત્તમાં તેમના પ્રત્યે પ્રશસ્તભાવ ઉપજાવવો તેને ભક્તિ કહીએ. ગુણીજનોના ગુણો પ્રત્યે આકર્ષણ થવાથી તેમના આદર, સત્કાર, વિનય, બહુમાન, સેવાશ્રષા, પૂજન, કીર્તન, ગુણ
સ્તવન આદિ કરવાં અને તે દ્વારા ક્રમે કરીને પોતે પણ પોતાના ભાવોની વિશુદ્ધિ કરવી તે ભક્તિમાર્ગની મુખ્ય આરાધના છે.
આમજનતામાં જે ભક્તિ જોવામાં આવે છે તે તાત્ત્વિક ભક્તિ નથી. આવા લોકોમાં તો, પોતે જે કુળ ને સંપ્રદાયમાં જન્મ્યા હોય તેના કુળગુરુ કે કુળદેવતાની સમીપ જઈ અમુક પ્રકારનું રૂઢિગત વર્તન કરવામાં આવે છે. મુખ્યપણે આ તો એક સમાજિક રૂઢિ કે પરંપરાગત કુળાચાર થયો. જ્યાં ભક્ત, ભક્તિ અને ભગવાનનું સાચું સ્વરૂપ ન જાણ્યું હોય ત્યાં સાચી ભક્તિની આરાધના બની શકતી નથી. માટે સમજણપૂર્વકની ભક્તિ જ સાધકનું કર્તવ્ય છે. ભક્તિનું વિશેષ સ્વરૂપ
જે ભક્તિ કરવા માગે છે તે કોણ છે? જે ભક્તિ કરવા માગે છે તે ભક્ત (સાધક-આત્મા પોતે) છે. આ ભક્ત, પોતે જેની ભક્તિ કરવા માગે છે તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org